બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / On February 10, Prime Minister Modi will attend the tribal convention in Vadodara

મુલાકાત / PM મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે: આ તારીખે બનશે સંસ્કારનગરીના અતિથિ, 50 હજાર આદિવાસીઓને સંબોધશે

Priyakant

Last Updated: 11:39 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Gujarat Latest News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે

  • 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે
  • વડોદરામાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે 
  • સંમેલનમાં આવનારા લોકો માટે ટેન્ટ સિટી ઉભુ કરાશે 
  • વિવિધ જિલ્લાઓના આદિવાસીઓ કાર્યક્રમમાં લેશે ભાગ  

PM Modi In Gujarat : તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં PM મોદી ગુજરાત આવ્યા બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચુંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યું છે. જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા"નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે હવે સામે આવ્યું છે કે, આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન PM મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. 

વધુ વાંચો: આજથી ગુજરાતમાં “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ, અંદાજિત 51 આદિજાતિ તાલુકાના ગામોને સાંકળી લેવાશે

વડોદરામાં આગામી 10 ફેબ્રુઆરીએ આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ તરફ સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવશે. મહત્વનું છે કે, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ ભાગ લેશે તો છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. નોંધનિય છે કે, વડોદરાના સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી આ મહાસંમેલન યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ