બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / odisha government start new project of grain ATM machine installed in sarakari grain store

પ્રોજેક્ટ / ATM માંથી પૈસા નહીં, અનાજ નીકળશે! નહીં લાગે કોઈ કતાર, જાણો ક્યાં શરૂ થશે આ સુવિધા

MayurN

Last Updated: 01:32 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓરિસ્સા સરકાર રાશન ડેપોમાં એટીએમ દ્વારા રાશન આપવાની યોજના પર કામ કરી રહી છે. ઓરિસ્સામાં ટૂંક સમયમાં રાશન ડેપોમાં અનાજના એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  • ઓરિસ્સા સરકાર એટીએમ દ્વારા રાશન આપશે
  • રાશન ડેપોમાં અનાજના એટીએમ ઉપલબ્ધ થશે
  • ગ્રેઇન એટીએમ મશીન સંપૂર્ણ ટચ સ્ક્રીન હશે

હવે પૈસાની જેમ જ એટીએમમાંથી પણ અનાજ ઉપાડવાની સુવિધા મળશે. અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડ્યા હશે, પરંતુ વધુ એક સુવિધા શરૂ થવાની છે, જેના દ્વારા તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો. સરકાર રાશન ડેપોમાં એટીએમ દ્વારા રાશન આપવાની તૈયારી કરી રહી છે.

ભારતના આ રાજ્યમાં સુવિધા શરૂ થઇ 
ઓરિસ્સા સરકાર રાશન ડેપોમાં એટીએમ દ્વારા રાશન આપવાની યોજના પર કામ કરી રહી છે. ઓરિસ્સામાં ટૂંક સમયમાં રાશન ડેપોમાં અનાજના એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓરિસ્સામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ અનાજના એટીએમ લગાવવામાં આવશે.

 

અનાજનું એટીએમ કેવી રીતે કામ કરશે
આ અનાજના એટીએમમાં રાજ્યના લાભાર્થીઓએ આધાર નંબર અને રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યાર બાદ એટીએમમાંથી અનાજ નીકળશે. રાજ્ય સરકાર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેને પહેલા ભુવનેશ્વરમાં સ્થાપવાની યોજના બનાવી રહી છે.

તમામ જિલ્લાઓમાં અનાજના એટીએમ લગાવવામાં આવશે
ઓડિશા વિધાનસભામાં અન્ન પુરવઠા અને ગ્રાહક કલ્યાણ પ્રધાન અતનુ સબ્યસાચીએ જણાવ્યું હતું કે ઓડિશામાં લાભાર્થીઓને અનાજના એટીએમ દ્વારા રાશન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શહેરી વિસ્તારોમાં આ એટીએમ સ્થાપિત કરવામાં આવશે. તેમજ આગામી તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં અનાજના એટીએમ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ખાસ કોડ આપવામાં આવશે.
રાજ્યના લાભાર્થીઓને અનાજના એટીએમમાંથી રાશન એકત્રિત કરવા માટે ખાસ કોડ કાર્ડ પણ આપવામાં આવશે. ગ્રેઇન એટીએમ મશીન સંપૂર્ણ ટચ સ્ક્રીન હશે, જેમાં બાયોમેટ્રિક સુવિધા હશે. અહીં લાભાર્થીઓએ પોતાનો આધાર નંબર અને રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ