બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / oath taking ceremony in karnataka to be held on may 18

શક્યતા / કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ ને લઇ મંથન,શપથ ગ્રહણનો દિવસ થયો નક્કી,18 મેના રોજ સમારોહ, નામને લઇ અટકળો તેજ

Last Updated: 09:54 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં કોંગ્રેસ ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી તરીકેના નામ પર મહોર લગાવી શકે છે. બાદમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાઇ શકે છે.

  • કર્ણાટકમાં કોંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે નવા મુખ્યમંત્રી તરીકેનો ચહેરો
  • નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાશે
  • કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ હવે રાજ્યમાં સીએમના ઉમેદવારને લઈને અટકળો ચાલી રહી છે. જેનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે અને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજશે તે અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આજે બેંગ્લોર ખાતે આયોજિત કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે જ રાજ્યના નવા સીએમ તરીકેનો ચહેરો નક્કી કરશે. જેને લઇને ધારાસભ્યની બેઠકમાં એક લીટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના ટેકાદારોએ હોટેલ બહાર સુત્રોચાર કર્યા હતા. મહત્વનું છે કે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને તાણખેંચ જોવા મળી રહી છે.

નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ

ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આવતીકાલે સોમવારે સવારે દિલ્હી જવા રવાના થશે આ સાથે રણદીપ સુરજેવાલા અને કેસીવેણુગોપાલ સહિતના નેતાઓ પણ દિલ્હી જશે. જ્યાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગે સીએમ તરીકેના નામ ફાઇનલ કરતા પહેલા હાઈકમાન્ડ પાસેથી અભિપ્રાય જાણશે. સુત્ર પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાઇ શકે છે. જેમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનો પણ હાજરી આપશે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. એટલું જ નહીં સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ અપાયું છે.


નેતા ડીકે શિવકુમારનું નિવેદન 

કોંગ્રેસ ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી તરીકેના નામ પર મહોર લગાવી શકે છે. ત્યારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારે રવિવારે લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠની મુલાકાત લીધા બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે.વધુમાં સિદ્ધારમૈયા સાથેના મતભેદની આફવા મામલે તેઓએ કહ્યું હતું કે મારો તેમની સાથે કોઈ મતભેદ નથી. તેમ કહી અફવાનો છેદ ઉડાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka CM oath taking ceremony કર્ણાટક મુખ્યમંત્રીના દાવેદાર શપથ ગ્રહણ karnataka
Mahadev Dave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ