બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Now you don't have to wander about the crops.. A market for natural farming has been set up at Gujarat Vidyapith, a special plan has been made for farmers across the state every Sunday.

અમદાવાદ / હવે પાકને લઈને ભટકવું નહીં પડે..ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક ખેતી માટેનું માર્કેટ ઊભું કરાયું, દર રવિવારે રાજ્યભરના ખેડૂતો માટે કરાયો છે ખાસ પ્લાન

Vishal Khamar

Last Updated: 05:08 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારનું તાજેતરમાં બજેટ આવ્યું અને તેમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

  • પ્રાકૃતિક ખેતી માટે માર્કેટ
  • ગૂજરાત વિદ્યાપીઠમાં માર્કેટ ઉભું કરાયું
  • દર રવિવારે ખુલ્લે છે માર્કેટ

કેન્દ્રીય બજેટમાં તાજેતરમાં જ સરકારે પ્રાકૃતિક ખેતી પર ભાર મુક્યો. જોકે ગુજરાતમાં અનેક ખેડૂતો એવા છે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અમદાવાદની એક સંસ્થાએ માર્કેટ ઉભી કર્યું છે. આ માર્કેટ થકી અમદાવાદીઓ પ્રાકૃતિક ખેતીની ઉપજનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે ક્યાં પ્રાકૃતિક ખેતીનું માર્કેટ ભરાય છે,કેટલા ખેડૂતો આ માર્કેટ ઉપજ લઈને આવે છે,ખેડૂતો કેટલા રૂપિયાની ઉપજ મેળવે છે.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક માર્કેટ ઉભું કરાયું છે
કેન્દ્ર સરકારનું તાજેતરમાં બજેટ આવ્યું અને તેમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેડૂતો અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક માર્કેટ ઉભું કરાયું છે. આ માર્કેટ સૃષ્ટિ નામની સંસ્થામાં જોડાયેલા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દર રવિવારે સવારે 9 થી 12:00 વાગ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીથી ઉપજ મેળવતા શાકભાજી,ફળો અને કઠોળનું વેચાણ અર્થે આવે છે. આ માર્કેટમાં રાજ્યભરમાંથી એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ભરના 20 થી વધુ ખેડૂતો શાકભાજીની કઠોળ અને ફળો પ્રાકૃતિક ખેતીથી થતી ઉપજના વેચાણ અર્થે આવે છે. 

જમીનનું અને પ્રોડક્ટનું ટેસ્ટિંગ કર્યા બાદ વેચાણ માટેનું પ્લેટફોર્મ પુરુ પાડે છે
સૃષ્ટી નામની સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો જે વિદ્યાપીઠ ખાતેના માર્કેટમાં પોતાની ઉપજ  વેચવા માટેની મંજૂરી મળે ત્યાર બાદ વેચાણ અર્થે આવે છે. જો કે  સંસ્થાના નિયમ પ્રમાણે 3 વર્ષ સુધી કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પોતાના ખેતરમાં નથી કરતા તેમજ પ્રાકૃતિક દવાનોઓનો જ ઉપયોગ કરે છે..આ સાથે જ સંસ્થા દ્વારા 3 વર્ષ પછી જમીનનું અને પ્રોડક્ટનું ટેસ્ટિંગ કર્યા બાદ જ ઓર્ગેનિકના માપદંડમાં આતા ખેડૂતોને જ વેચાણ માટેનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. 

પ્રાકૃતિક  ખેતપેદાશો વેચવા માટે ખેડૂતો જાતે જ આવે છે
યુનિવર્સિટી ખાતે ભરાતી આ માર્કેટમાં રાજ્ય ભરમાંથી ખેડૂતો શાકભાજી, કઠોડ, તેલીબિયા, સહિતની તમામ ખેતપેદાશો અહીં વેચવા માટે આવે છે.. સૌથી ખાસ વાત તો એ છે કે, અહીં પ્રાકૃતિક  ખેતપેદાશો વેચવા માટે ખેડૂતો જાતે જ આવે છે. અને તેમની પાસેથી કોઈપણ પ્રકારનું કમિશન કે, પૈસા લેવામાં નથી આવતા. આ સંસ્થાનું ઉદ્દેશ્ય માત્ર લોકોને ઓર્ગેનિક અને શુદ્ધ વસ્તુઓ મળી રહે..તેમજ લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે  સાથે જ ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે તે છે.. ખાસ વાત એ છે કે, અહીં આવતા લોકો પણ ઓર્ગેનિક વસ્તુઓ પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા છે.

જંકફૂડ ખાતા લોકો હવે પ્રાકૃતિક ખેત પેદાશને પસંદ કરે છે
આજે પણ નાગરિકો અનેક પ્રકારની બિમારીથી પીડાઈ રહ્યા છે.. તેમના સ્વાસ્થ્ય માટે પણ આ શાકભાજી અમૃત સમાન છે. એટલા માટે જ અમદાવાદના જાગૃત નાગરિકો ઓર્ગેનિક તરફ આકર્ષિત થયા છે..જંકફૂડ ખાતા લોકો હવે પ્રાકૃતિક ખેત પેદાશને પસંદ કરતા થયા છે. 

નાના માર્કેટમાં 20 થી વધારે ખેડૂતો પોતાની ઉપજ લઈને આવે છે
અમદાવાદઓ પણ અવનવા રોગ સામેના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતીની ઉપજ તરફ વળ્યા છે..અમદાવાદમાં પણ હવે પ્રાકૃતિક ખેતીની ઉપજનું માર્કેટ પણ ભરાય છે. દર રવિવારે ભરાતા નાના માર્કેટમાં 20 થી વધારે ખેડૂતો પોતાની ઉપજ લઈને આવે છે,અને ચાર લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેતીની ઉપજ મુજબ પોષણ ક્ષમ ભાવ મેળવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પણ હવે પ્રાકૃતિક ખેતીમાંથી પોષણક્ષમ ભાવ મેળવી રહ્યા છે અને અમદાવાદઓ પણ નીરોગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીથી થતી ઉપજનો સ્વાદ માણી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ