બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Now the impact of 'Biporjoy' will be reduced in Gujarat', good news as cyclone turns into deep depression

નિવેદન / 'હવે ગુજરાતમાં 'બિપોરજોય'ની અસર ઓછી થશે', વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુડ ન્યુઝ

Priyakant

Last Updated: 02:51 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાની અસર થશે ઓછી, બિપોરજોય વાવાઝોડું  આજે સાંજે દક્ષિણ રાજસ્થાનમાં ડિપ્રેશન બનશે

  • ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર
  • દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું સાંજે ડિપ્રેશન બનશે
  • ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાની અસર થશે ઓછી
  • બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ
  • ગુજરાતમાં તેની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું આજે સાંજે ડિપ્રેશન બનશે. જેને લઈ હવે ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ હતું. જેને લઈ હવે ગુજરાતમાં તેની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનીક વિજીનલાલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું અને વરસાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિજીનલાલે કહ્યું છે કે,  બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયા બાદ હવે દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું આજે સાંજે ડિપ્રેશન બનશે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. કોસ્ટલ વિસ્તારમાં lcs 3 સિગ્નલ યથાવત રખાયું છે. 

હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે. અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગનું માનીએ તો બિપોરજોય ચક્રવાત રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. જેને લઈ હજુ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. જેમાં ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ રહેશે.  
 
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે ઉમેર્યું કે, બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ