બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Now it will take 5 hours from Ahmedabad to Udaipur instead of 10

સારા સમાચાર / અમદાવાદથી ઉદયપુર જવા હવે 10 નહીં 5 કલાક લાગશે, PM મોદી આપશે ગુજરાતને વધુ એક ભેટ

Malay

Last Updated: 08:00 AM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી ઉદયપુર જતા પર્યટકો માટે સારા સમાચાર છે. આખરે 6 વર્ષ બાદ અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કનેક્ટીવીટીની માંગ સંતોષવામાં આવી છે. આગામી 1 નવેમ્બરથી નવી બ્રોડગેજ લાઈન શરૂ થશે.

 

  • અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કનેક્ટીવીટી
  • હવે 10ને બદલે 5 કલાકનો લાગશે સમય
  • 1 નવેમ્બરથી નવી બ્રોડગેજ લાઈન શરૂ થશે

આ દિવસોમાં રાજસ્થાનનું ઉદયપુર પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે. દિવાળીની સિઝનમાં દર વર્ષે હજારો ગુજરાતી પ્રવાસીઓ અહીં આવે છે. એક રિપોર્ટ મુજબ દર વર્ષે ગુજરાતમાંથી આશરે 3.5 લાખ પર્યટકો ઉદયપુર જાય છે. ઉદયપુર ગુજરાતની સરહદની ખૂબ નજીક છે. તેમજ અહીંનું શાંત વાતાવરણ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે હવે પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 1 નવેમ્બરથી અમદાવાદ-ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પર ટ્રેનો દોડશે. 

PM મોદી રેલવે લાઈનનું કરશે ઉદ્ધાટન
6 વર્ષ સુધી રાહ જોયા બાદ લોકોને અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કેનેક્ટિવીટી મળવા જઈ રહી છે. 1 નવમ્બરથી રેગ્યુલર ટ્રેનો આ નવા બ્રોડગેજ ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. ઉદયપુર ગેજ કન્વર્ઝન પૂર્ણ થયા બાદ હવે આ ટ્રેક પર ટ્રેન દોડાવવાની રાહ જોવાના કલાકો હવે પૂર્ણ થયા છે. મહત્વની વાત એ છે કે, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ટ્રેનને લીલી ઝંડી બતાવશે સાથે જ આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં હાજર રહેશે. એ ટ્રેકના ઉદ્ઘાટન પછી ત્યાં ત્રણ લોંગ રુટની ટ્રેનો દોડશે. આ રેલ લાઇન પર ટ્રેન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે. 

5 કલાકમાં પહોંચી શકાશે ઉદયપુર
બ્રોડગેજ રૂટ શરૂ થતા લોકો ફક્ત 5 કલાકમાં અમદાવાદથી ઉદયપુર પહોંચી જશે. આપને જણાવી દઈએ કે, મીટરગેજ રૂટ પર અમદાવાદથી ઉદયપુર પહોંચવામાં લોકોને 10 કલાક લાગતા હતા. હાલ આ નવી રેલ્વે લાઇન પર ત્રણ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમાંથી ટ્રેન નંબર 20963 સવારે 5.30 વાગ્યે ઉદયપુરથી નીકળીને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે અને એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 20964 તરીકે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે. 

આ સ્ટેશનનો પર ઉભી રહેશે ટ્રેન
ઉદયપુરથી અસારવા માટે બીજી ટ્રેન નંબર 19703 દરરોજ સાંજે 5 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 11 વાગ્યે અસારવા પહોંચશે. એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 19704 અસારવાથી સવારે 6.30 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુર સિટી સ્ટેશન ઉપરાંત એ ટ્રેનનો સ્ટોપ ઉમરાડા, જવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાણજીત, તલોદ, નાડોલ, દહેગામ, નરોડા અને સરદારગ્રામ પર છે. 

જયપુરથી અસારવા વાયા ઉદયપુર પણ ચાલશે ટ્રેન 
જણાવી દઈએ કે આ નવી રેલ લાઇન પર જયપુરથી અસારવા વાયા ઉદયપુર તરીકે એક ટ્રેનને પણ મંજૂરી આપવામાં આવી છે. જએ ટ્રેન નંબર જયપુરથી સાંજે 7.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે અસારવા પહોંચશે. એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 12982 અસારવાથી સાંજે 6.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.45 વાગ્યે જયપુર પહોંચશે. આ ટ્રેનના સ્ટોપ ફૂલેરા જંકશન, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી ​​જંકશન, રાણાપ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાડોલ, દહેગાંવ અને સરદાર ગ્રામ હશે.

ટ્રેનને જલ્દી ચલાવવાની માંગ કરી હતી 
રેલવે બોર્ડે ત્રણેય ટ્રેનોના શેડ્યુઅલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા હતા અને એ પછી ટૂંક સમયમાં ટ્રેનની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી હતી. જણાવી દઈએ કે ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણા પર પણ જાહેર દબાણ હતું કે ટ્રેનને વહેલી તકે દોડાવવામાં આવે અને એટલા માટે એમને ઘણી વખત રેલ્વે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને રેલના સંચાલનની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ