બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Now admission to school will not be given before this age

કવાયત / હવે આટલા વર્ષની ઉંમર પહેલા નહીં મળે સ્કૂલમાં એડમિશન: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપ્યા નિર્દેશ

Priyakant

Last Updated: 08:33 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત દેશની એજ્યુકેશન પોલિસીમાં ઘણા મહત્વના ફેરફારો દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક મોટો ફેરફાર કરાયો

  • નવી એજ્યુકેશન પોલિસીમાં ઘણા મહત્વના ફેરફારો
  • બાળકને 6 વર્ષની ઉંમર પહેલા ધોરણ 1 માં પ્રવેશ નહીં મળે 
  • બાળકોની શરૂઆતની 5 વર્ષની ઉંમર તેમના ભણતર અને મૂળભૂત તબક્કાની

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત દેશની એજ્યુકેશન પોલિસીમાં ઘણા મહત્વના ફેરફારો થઇ રહ્યા છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે કે, હવે કોઈ બાળકને 6 વર્ષની ઉંમર પહેલા ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ એક મોટો ફેરફાર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકોની શરૂઆતની 5 વર્ષની ઉંમર તેમના ભણતર અને મૂળભૂત તબક્કાની છે.

પહેલા શું હતો નિયમ ? 
ગયા વર્ષે માર્ચમાં એક પ્રશ્ન પર લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રથમ વર્ગમાં પ્રવેશની ઉંમર અલગ-અલગ છે. તે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં બાળકોને 6 વર્ષની ઉંમર પહેલા પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવાની છૂટ છે. ગુજરાત, તેલંગાણા, લદ્દાખ, આસામ અને પુડુચેરી એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 5 વર્ષના બાળકોને પણ પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

File Photo

આ સાથે લોકસભામાં જ આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજસ્થાન, દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા, ઝારખંડ અને કેરળ જેવા રાજ્યોમાં વર્ગ 1 માં એડમિશન લેવા માટે બાળકોની ન્યૂનતમ ઉંમર 5 વર્ષથી વધુ હોવી જોઈએ. 28 માર્ચ, 2022ના રોજ જ્યારે શિક્ષણ મંત્રાલયે લોકસભામાં તેનો અહેવાલ રજૂ કર્યોત્યારે તેમાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર પ્રથમ વર્ગમાં પ્રવેશની ઉંમરનું પાલન ન કરવાને કારણે વિવિધ રાજ્યોમાં નેટ નોંધણી ગુણોત્તરનું માપન પ્રભાવિત થઈ રહ્યું છે. 

આ તરફ નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિવિધ ફેરફારો અને નવા કામો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં હવે બાળકો માટે નવી અભ્યાસ સામગ્રી બહાર પાડવામાં આવી છે. જેને 'મેજિક બોક્સ' નામ આપવામાં આવ્યું હતું. આ 'મેજિક બોક્સ'ને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યું હતું. જોકે હાલમાં 'મેજિક બોક્સ' ફાઉન્ડેશન લેવલના બાળકો માટે છે. આ જાદુઈ બોક્સ પ્રાથમિક કક્ષાના બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ અને ઝુકાવ વધારવામાં મદદરૂપ સાબિત થશે. આ બોક્સમાં બાળકો માટે રમકડાં, કઠપૂતળી, માતૃભાષામાં રસપ્રદ વાર્તાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ, પેઈન્ટિંગ, ડાન્સ અને મ્યુઝિક આધારિત શિક્ષણનો પણ જાદુઈ બોક્સમાં સમાવેશ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ