બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Not Sandeep Sharma, these 2 mistakes of Sanju Samson cost Rajasthan Royals a lot, know what

RR vs SRH / સંદીપ શર્મા નહીં, સંજુ સેમસનની આ 2 ભૂલ રાજસ્થાન રોયલ્સને પડી ભારે, જાણો શું

Megha

Last Updated: 09:13 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું, જેમાં સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી પરંતુ તે નો-બોલ હતો, જો કે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે

  • રાજસ્થાન રોયલ્સે જે રીતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું
  • સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી પરંતુ તે નો-બોલ હતો
  • આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે

રાજસ્થાન રોયલ્સે જે રીતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું હતું એ કારણ આ મેચ આવનારા સમયમાં દરેકના મનમાં રહેશે. એ મેચની વાત કરીએ તો બધાને યાદ હશે કે સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી પરંતુ તે નો-બોલ હતો અને ત્યારબાદ ફ્રી-હિટ સિક્સર ફટકારી અને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવાઇ ગઈ હતી.  આ બધા વચ્ચે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે જેને એક નહીં પરંતુ બે વખત આવી ભૂલો કરી હતી જેની ભરપાઈ ટીમે કરવી પડી હતી. 

એ વાત તો નોંધનીય ચ કે સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાને IPL 2023ની મજબૂત શરૂઆત કરી હતી પણ હવે ધીરે ધીરે પકડ ગુમાવતાં જાય છે અને તેમાં સેમસનની પણ મોટી ભૂમિકા છે. આ સિઝનમાં પહેલેથી જ કેટલીક મેચોમાં તેણે આવી ભૂલો કરી હતી, જેણે મેચનો નિર્ણય બદલી નાખ્યો હતો. જણાવી દઈએ કે 7મી મે રવિવારે જયપુરમાં હૈદરાબાદ સામે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

સંજુ સેમસનની બે ભૂલો
સેમસને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 66 રનની ઝડપી ઇનિંગ રમી પરંતુ વિકેટકીપિંગમાં એ દિવસ તેના માટે સારો નહતો. તેણે બે વખત વિકેટ લેવાની તક ગુમાવી, જેના કારણે ટીમને મોટું નુકસાન થયું. પહેલી તક 12મી ઓવરમાં મળી હતી.  આ ઓવરના પહેલા બોલ પર જ અભિષેક શર્માને રનઆઉટ થવાની તક મળી હતી પણ સંજુએ ઉતાવળમાં બોલને પકડતા પહેલા જ સ્ટમ્પ પાડી દીધી હતી.એ બાદ વધુ 15 રન કરીને અભિષેક 55 રન બનાવીને આઉટ થયો હતો.

ત્યારપછી સેમસને 17મી ઓવરમાં બીજી ભૂલ કરી. આ વખતે ઓવરના બીજા બોલ પર રાહુલ ત્રિપાઠીએ લેગ સાઇડ પર આસાન કેચ આપ્યો હતો પણ સેમસને 2-3 પ્રયાસો બાદ પણ કેચ છોડ્યો હતો. રાહુલ ત્રિપાઠી પણ 40 રન પર હતો અને 47 રન બનાવીને આઉટ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ