બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Not only one nation, one election, the Modi government is preparing to take Uniform Civil Code and more big decisions

Parliament Special Session / વન નેશન, વન ઈલેક્શન જ નહીં, મોદી સરકાર હજુ બે મોટા નિર્ણય લેવાની તૈયારીમાં: સંસદના વિશેષ સત્રમાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ?

Megha

Last Updated: 11:29 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Special Session: સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં યુસીસી, વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામત મુદ્દાઓના બિલ રજૂ કરવામાં આવી શકે છે.

  • 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદમાં વિશેષ સત્રનું આયોજન થશે 
  • યુસીસી,  વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામતના મુદ્દાઓ
  • કેન્દ્ર સરકાર દેશમાં UCC લાવવા માંગે છે
  • જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું....... ?

Parliament Special Session: કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપતા કહ્યું હતું કે વિશેષ સત્રની પાંચ બેઠકો યોજાશે. જે દરમિયાન મહત્વના નિર્ણયો લેવામાં આવશે અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આ વિશેષ સત્ર અંગે નિર્ણય લીધો છે. 

યુસીસી, વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામતના મુદ્દાઓ
જો મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ વિશેષ સત્ર દરમિયાન કોઈ પ્રશ્નકાળ, કોઈ શૂન્ય કાળ અને કોઈ ખાનગી સભ્ય કાર્ય નહીં કરવામાં આવે. આ સમયગાળા દરમિયાન સરકાર માત્ર G-20 પ્રેસિડન્સી અને G-20 સમિટની ચર્ચા કરવામાં આવશે. જ્યાં સંસદમાં છેલ્લા મહિનાઓથી ચાલી રહેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે અને બિલ રજૂ કરી શકાય છે. જેમાં યુસીસી, એક દેશ એક ચૂંટણી એટલે કે  વન નેશન-વન ઈલેક્શન અને મહિલા અનામતના આ મુદ્દાઓ પર સંસદમાં બિલ રજૂ કરી શકાય છે. 

UCC લાવવા માંગે છે સરકાર!
આ વિશેષ સત્ર અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે અમૃતકાળની વચ્ચે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની અપેક્ષા છે. જ્યાં એક દેશ એક ચૂંટણી હેઠળ, લોકસભાની ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક જ સમયે યોજવી જોઈએ, જેના માટે વિચારણા અને ચર્ચા કરવામાં આવશે. કાયદા પંચ આનો અભ્યાસ પણ કરશે. એટલું જ નહીં યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક બિલ પણ રજૂ કરવામાં આવશે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમામ ધર્મો, જાતિઓ, સંપ્રદાયો માટે એક જ કાયદો લાવવાનો રહેશે. આ એક એવો કાયદો છે જેના હેઠળ દરેક ધર્મના લોકોએ સમાન કાયદાનું પાલન કરવું પડશે. કારણ કે દેશમાં એવા ઘણા ધર્મો છે જેમના પોતાના અલગ કાયદા છે. જે મુજબ તે પોતાની દિનચર્યા અપનાવે છે અને પોતાનો કાયદો ચલાવે છે. જેના કારણે કેન્દ્ર સરકાર દેશમાં UCC લાવવા માંગે છે જેથી દરેક વ્યક્તિએ સમાન કાયદાનું પાલન કરવું પડે.

વિશેષ સત્ર શું છે? 
વિશેષ સત્ર એ સમયગાળો છે જ્યારે સામાન્ય સત્ર સિવાય બોલાવવામાં આવે છે, તે મોટાભાગે વર્ષના અધૂરા કામને પૂર્ણ કરવા માટે જ કરવામાં આવે છે. જેમ કે 2 વર્ષના સમયગાળા માટે સરકારના બજેટની રૂપરેખા તૈયાર કરવી, વિવિધ મુદ્દાઓ પર વાત કરવી વગેરે. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ બંધારણ દિવસ અને અન્ય ઘણા ખાસ પ્રસંગોને ધ્યાનમાં રાખીને બંને ગૃહો વચ્ચે અનેક વિશેષ સત્ર બોલાવ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર તમિલનાડુ અને નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસનના કાર્યકાળને લંબાવવા માટે ફેબ્રુઆરી 1977માં રાજ્યસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સિવાય કલમ 356 હેઠળ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી માટે 3 જૂન 1991ના રોજ બે દિવસીય વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું ....... 
આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

શું કહ્યું હતું PM મોદીએ ? 
PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ