બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / no seat for passengers in train in Mauritania

OMG / બોલો લો! 2 કિલોમીટર લાંબી ટ્રેનમાં નથી એકપણ સીટ, દુનિયાની આ એક અજાયબી વિશે જાણી ચોંકી જશો

Khyati

Last Updated: 03:12 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી ટ્રેન કે જ્યાં મુસાફરો માંડ માંડ કરી શકે છે મુસાફરી, એવો દેશ કે જ્યાં આ ટ્રેનમાં બેસવુ એટલે મુશ્કેલીને આમંત્રણ આપવુ

  • મૉરીતાનિયાની અજીબો ગરીબ ટ્રેન
  • આ ટ્રેનમાં બેસવુ છે મુશ્કેલી ભર્યુ
  • લોકો પણ નથી મુસાફરી માંડ કરી શકે છે 

દુનિયામાં ઘણા દેશોમાં એવી રેલસેવા છે જે તમને ટ્રેનમાં બેઠા બેઠા કુદરતની સુંદરતાનો અહેસાસ કરાવે તો બીજી તરફ એવી પણ રેલવે છે જે તમને ડરાવનો અહેસાસ કરાવે.  ત્યારે વાત કરીએ એવા એક દેશની જેમાં ટ્રેનમાં મુસાફરી કરવા માટે જાનની બાજી લગાવવી પડે.  આ ટ્રેનમાં માલગાડીનો પણ સમાવેશ કરવામાં આવે છે. 

રણમાંથી પસાર થતી ટ્રેન

આ દેશ છે મૉરીતાનિયા. અહીં ચાલનારી ટ્રેનોમાં યાત્રીઓને બેસવા માટે સીટ હોતી નથી કે ટોયલેટની સુવિધા.  20 કલાકમાં 704 કિમી કાપે છે.  સહારા રણથી પસાર થનારી આ ટ્રેનની લંબાઇ 2 કિલોમીટર છે. આ ટ્રેનમાં સફર કરવુ એટલે  મુશ્કેલીને આમંત્રણ આપવા બરાબર ગણાય. 

1963માં ટ્રેન શરૂ થઈ હતી

આ ટ્રેન આફ્રિકન દેશમાં ચાલે છે અને તેની શરૂઆત 1963માં થઈ હતી. તમને જણાવી દઈએ કે તેનું નામ ટ્રેન ડુ ડેઝર્ટ છે અને તે 20 કલાકમાં 704 કિમીની મુસાફરી કરે છે. સહારા રણમાંથી પસાર થતી આ ટ્રેનની લંબાઈ લગભગ 2 કિલોમીટર છે.

મુસાફરો માટે બેસવા સીટ નહીં

200 થી વધુ કોચવાળી આ ટ્રેનમાં મુસાફરો માટે એક કોચ પણ છે. પરંતુ આ ટ્રેનમાં મુસાફરી કરવી એ બાળકોની રમત નથી. ટ્રેનમાં મુસાફરી કરવા માટે, લોકોએ લોખંડના પતરા પર બેસવુ પડશે કારણ કે ટ્રેનમાં એક પણ સીટ નથી. પરંતુ આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં જે સમય લાગે છે તે 500 કિમીની માર્ગ મુસાફરી કરતા ઓછો છે અને લોકોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવાની જરૂર રહેતી નથી.

તાપમાન વધારે હોય છે ટ્રેનમાં

ઘણીવાર લોકો આ ટ્રેનનો ઉપયોગ તેમના કામના સ્થળે પહોંચવા અથવા દૂર રહેતા સંબંધીઓને મળવા માટે કરે છે. એક અહેવાલ મુજબ, લોકોને કોચમાં મુસાફરી કરવા માટે પૈસા પણ આપવા પડતા નથી. મહત્વનું છે કે  અહીં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી શૂન્ય ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ