બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / No one can bring a bag in the Rath Yatra the drone watch tower will keep watch

અમદાવાદ / રથયાત્રામાં કોઈ વ્યક્તિ નહીં લાવી શકે બેગ, ડ્રોન-વૉચ ટાવરથી રખાશે નજર, કુલ 27 રસ્તાઓ થશે બંધ: જુઓ કેવી છે તૈયારીઓ

Kishor

Last Updated: 08:05 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. જેના ભાગરૂપે આજે રિહર્સલ કરાયું હતું. બીજી બાજુ ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

  • અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ રિહર્સલ કરાયું
  • રથયાત્રામાં સમાન્ય લોકોને અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરાઈ
  • રથયાત્રામાં કોઈ વ્યક્તિ બેગ લઈને નહીં આવી શકે

અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી એવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ  ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મોટા ઉત્સવ સમાનના રથયાત્રાને લઈને ધર્મપ્રેમી લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.146મી રથયાત્રાની પ્રથમ રિહર્સલ યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ વખતની રથયાત્રામાં કેટલાક જરૂરી ફેરફારો સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇપણ વ્યક્તિ રથયાત્રા દરમિયાન સાથે બેગ રાખી શકશે નહીં. તો 25થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.

CCTV અને 3 ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રામાં સમાન્ય લોકોને અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય રથયાત્રામાં કોઈ વ્યક્તિ બેગ લઈને નહીં આવી શકે. સમગ્ર વ્યવસ્થામાં મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર શહેર પોલીસ કમિશનરે સૂચનો કર્યા હતા. જેમાં 25થી વધારે વોચ ટાવર ઊભા કરાયા. શ્રદ્ધાળુ માટે મેડિકલ વ્યવસ્થા સહિત 16 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે. ગત રથયાત્રામાં નાના ભૂલકાં ગુમ થયા હતા જેને લઇને જન સહાયતા કેન્દ્ર ઊભા કરવા સહિતની જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.


બાળકો ગુમ થવાની ઘટનાને લઈને જન સહાયતા કેન્દ્ર ઊભા કરાશે
વધુમાં રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસમાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે. સાથે સાથે રથયાત્રા દરમિયાન CCTV અને 3 ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે, બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ અધિકારીઓ રથયાત્રામાં જોડાશે અનેરથયાત્રા દરમિયાન 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવશે.આમ લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની જાજરમાન રથયાત્રા યોજાશે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ કાબીલદાદ કામગીરી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ