બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / no more need to have aadhar card for driving license

કામની વાત / હવે આધારકાર્ડ વગર પણ ડ્રાઈવિંગ લાઈસન્સ નીકળી જશે, આ ડોક્યુમેન્ટથી થઈ જશે કામ, મંત્રાલયે લિસ્ટ બહાર પાડ્યું

Bijal Vyas

Last Updated: 11:17 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળા અથવા બોર્ડની 10 માર્કશીટ વય પુરાવા માટે માન્ય રહેશે. આ સિવાય આઈડી પ્રૂફ માટે પાન કાર્ડ જરૂરી રહેશે.

  • હવે આધાર કાર્ડ વગર પણ થઈ શકશે તમારું કામ
  • માર્ગ અને પરિવહન મંત્રાલયે લાઇસન્સ અને નોંધણી માટે જાહેર કર્યુ લિસ્ટ
  • સરકારે આ ડોક્યુમેન્ટને ડ્રાઇવિંગ લાયસન્સ માટે માન્ય ગણ્યા છે

જો તમે પણ ડ્રાઇવિંગ શીખી રહ્યા છો અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જી હા, જ્યારે પણ આપણે કોઈ સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનું હોય, ત્યારે તેના માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ, ઘણી વખત આધાર કાર્ડ ખોવાઈ જવાને કારણે આપણું કામ થતું નથી. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આધાર કાર્ડ ન હોવાને કારણે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અટકી ગયું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે આધાર કાર્ડ વગર પણ થઈ શકશે તમારું કામ.

હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર અને વોટર આઈડી કાર્ડ વગર પણ બનાવી શકાશે. તાજેતરમાં, માર્ગ અને પરિવહન મંત્રાલયે લાઇસન્સ અને નોંધણી માટે ID, એડ્રેસ પ્રૂફ અને એજ પ્રૂફ માટે લિસ્ટ જાહેર કર્યુ છે. આવો જણાવીએ કે આ યાદીમાં કયા ડોક્યુમેન્ટ સામેલ છે.

now the driving license will also have to be linked with aadhar card

આ ડોક્યુમેન્ટથી પણ થશે કામ 
માર્ગ અને પરિવહન મંત્રાલયે એક લિસ્ટ બનાવ્યુ છે જેમાં આધાર અથવા મતદાર ID વગરના લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ લિસ્ટમાં રેશન કાર્ડ અથવા કોઈપણ ફોટો આઈડી કાર્ડ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારીઓનું સેવા કાર્ડ, ખેડૂત ફોટો પાસબુક, વિકલાંગતા ઓળખનો પુરાવો અને લગ્ન પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. સરકારે આ ડોક્યુમેન્ટને ડ્રાઇવિંગ લાયસન્સ માટે માન્ય ગણ્યા છે.

એજ પ્રૂફ માટે જોઇશે આ ડોક્યુમેન્ટ
ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળા અથવા બોર્ડની 10 માર્ક શીટ વય પુરાવા માટે માન્ય રહેશે. આ સિવાય આઈડી પ્રૂફ માટે પાન કાર્ડ જરૂરી રહેશે. જો તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ હશે તો પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સરળતાથી બની જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ