બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / nirjala ekadashi 2023 this fast gives the benefits of 26 ekadashi of the year

Nirjala Ekadashi 2023 / વર્ષની 26 અગિયારસનું ફળ આપે છે આ એક વ્રત! આ મંત્રના જાપથી મનોકમાના પૂર્ણ થતી હોવાની પણ છે માન્યતા

Bijal Vyas

Last Updated: 12:24 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nirjala Ekadashi 2023: જ્યોતિષ અનુસાર, નિર્જલા એકાદશી વ્રત બહુ ખાસ મહત્વ રાખે છે, આ નિર્જલા એકાદશી વ્રત 31 મેના રોજ ભક્તો રાખી શકે છે.

  • વર્ષમાં આવનારી 26 એકાદશીના વ્રતમાં નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ છે
  • નિર્જલા એકાદશી પાણી પીધા વિના કરવામાં આવે છે
  • આ દિવસે ओम् नमो भगवते वासुदेवाय नमः નો જાપ કરો 

Nirjala Ekadashi 2023: સનાતન ધર્મની માન્યતા અનુસાર, વર્ષમાં આવનારી 26 એકાદશીના વ્રતમાં નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ છે. જ્યોતિષ માને છે કે, આ વ્રત કરવા માટે લોકો પાણી પીધા વિના આ વ્રકનું નિયમ પૂર્વક પાલન કરતા હોય છે. જેનાથી તેમના એશ્વર્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ સહિત વૈકુંઠની પ્રાપ્તિ હોય છે. કહેવામાં આવે છે કે, આને કરને તે સાક્ષાત ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. 

આ વિશે જ્યોતિષ જણાવે છે કે, નિર્જલા એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વખતે નિર્જલા એકાદશીનું વ્રત 31મી મેના રોજ થશે. નિર્જલા એકાદશી એટલે કે નિર્જલા એકાદશી પાણી પીધા વિના કરવામાં આવે છે. તમામ એકાદશીના ઉપવાસ દરમિયાન લોકો ફળ ખાય છે, પરંતુ આ ઉપવાસ એવુ કોઇ વિધાન નથી. તેથી જ તેને શ્રેષ્ઠ એકાદશી માનવામાં આવે છે.

એકાદશી વ્રતમાં ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, પુણ્યની જગ્યા પર મળશે પાપ |  fasting rules of indira ekadashi dos and donts

આ રીતે થઇ નિર્જલા એકાદશીની શરુઆત 
નિર્જલા એકાદશીના વ્રતમાં વ્યાસ ઋષિએ ભીમસેનને કહ્યું કે, જો તે માત્ર નિર્જલા એકાદશીનું વ્રત કરે છે, તો વર્ષમાં એક પણ એકાદશી ન આવતી હોય તો જો નિર્જલા એકાદશીનું પાલન કરવામાં આવે તો આખા વર્ષની 26 એકાદશીનું ફળ નિર્જલા એકાદશી કરવાથી મળે છે. તેથી નિર્જલા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જેના કારણે ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન કરી શકાય છે. એકાદશી એ ભગવાન વિષ્ણુની બહેન છે, જે ભગવાન વિષ્ણુએ તેમની બહેનને વરદાન આપ્યુ છે. જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. એટલા માટે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ અને તેમાં નિર્જલા જે તમામ એકાદશી ઉપવાસોમાં સર્વોપરી છે.

પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast  Meaning

નિર્જલા એકાદશી વ્રતના પહેલા કરો આ 
જ્યોતિષ અનુસાર, આ વ્રત શરૂ કરવાના એક દિવસ પહેલા ભુક્ત ભોજન કરવું જોઈએ. એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂજા કરવી જોઈએ. જો આ દિવસે ओम् नमो भगवते वासुदेवाय नमः નો જાપ કરવામાં આવે તો ચોક્કસથી વિશેષ લાભ થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Nirjala Ekadashi 2023 નિર્જલા એકાદશી ભગવાન વિષ્ણુ મહત્વ વ્રત Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ