બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / newborn baby was found alive in the land at gambhoi sabarkantha

ચોંકાવનારી ઘટના / નવજાતને દાટતાં હાથ ન ધ્રૂજ્યા? હિંમતનગરમાં જમીનમાંથી જીવતી મળી ફૂલ જેવી બાળકી, સિવિલમાં દાખલ

Dhruv

Last Updated: 08:55 AM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ગાંભોઇમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળતા જ તમારું હ્રદય દ્રવી ઉઠશે. જમીનમાંથી જીવિત બાળકી મરી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી.

  • હિંમતનગરના ગાંભોઈ વિસ્તારનો ચોંકાવનારો બનાવ
  • જમીનમાંથી આવતો હતો બાળકનો રડવાનો અવાજ
  • બાદમાં 108 મારફતે બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ કરી.

જમીન ખોદતા જીવિત હાલતમાં બાળકી મળી આવી

આથી બાળકના રડવાના અવાજના પગલે જ્યારે જમીન ખોદવામાં આવી તો અંદરથી જીવિત હાલતમાં બાળકી મળી આવી. આથી, તુરંત બાળકીને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાઈ. આ મામલે ગાંભોઈ પોલીસને પણ જાણ કરાઈ. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પ્રકારનું કૃત્ય કરનારની સામે લોકો ફિટકાર લગાવી રહ્યાં છે.

આ મામલે બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં નથી આવી અને જન્મ બાદ તુરંત તેને જમીનમાં દાટી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળ શું કારણ જવાબદાર છે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.

બાળકીને જમીનમાં દાટવા પાછળ અનેક તર્ક-વિતર્ક

જો કે, હાલમાં પોલીસ તપાસ બાદ જ આ તમામ સવાલોના જવાબ સામે આવી શકે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે આટલું ખરાબ કૃત્ય કરીને જે-તે વ્યક્તિને શું મળ્યું હશે? આ તો ઠીક છે કે બાળકી જીવિત નીકળી પણ જો મરી ગઇ હોત તો! સાથે કેટલાં દિવસથી આ બાળકીને દાટી હશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ