બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / New revelations in Niger murder case open Canadian polls

ભારત-કેનેડા વિવાદ / ઉપરથી આદેશ આવ્યો પછી કેસમાં ઉમેરવામાં આવ્યું ભારતનું નામ...: નિજ્જર હત્યા કેસમાં નવા ખુલાસાથી ખૂલી કેનેડાની પોલ

Priyakant

Last Updated: 11:36 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada Tensions Latest News: નિજ્જરની હત્યા પાછળ ભારત અથવા ભારતીય એજન્ટોનો હાથ હોવાનું કહેવા માટે ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચના આવી ?

  • ભારત અને કેનેડા વિવાદ વચ્ચે ફરી મોટા સમાચાર 
  • જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની કરવામાં આવી હતી હત્યા 
  • કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું મોટું નિવેદન 

India-Canada Tensions : ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ઊભો થયેલ રાજદ્વારી વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી. આ દરમિયાન કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું છે કે, શીખ અલગતાવાદી નિજ્જરની હત્યામાં કેનેડિયન પોલીસની તપાસને ઉચ્ચ સ્તરીય કેનેડિયન અધિકારીના જાહેર નિવેદનોથી નુકસાન થયું છે. નોંધનિય છે કે, જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરે કેનેડાની નાગરિકતા લીધી હતી. સરેમાં રહીને તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતો હતો. જૂનમાં નિજ્જરને ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાએ સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. આ આરોપો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ઉભા રહીને લગાવ્યા હતા. તેમના આ નિવેદનથી રાજદ્વારી ગતિરોધ શરૂ થયો હતો. 

ભારતને દોષી ઠેરવવા ઉચ્ચ સ્તરેથી સૂચના મળી ? 
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ભારતીય હાઈ કમિશનરે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, હું એક પગલું આગળ વધીને કહેવા માંગુ છું કે હવે તપાસ પહેલાથી જ કલંકિત થઈ ગઈ છે. એવું લાગે છે કે આ (નિજ્જરની હત્યા) પાછળ ભારત અથવા ભારતીય એજન્ટોનો હાથ હોવાનું કહેવા માટે ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચના આવી છે. જોકે તેમણે સીધા ઉચ્ચ કક્ષાના અધિકારીનું નામ લીધું ન હતું. આવી સ્થિતિમાં આ ઉચ્ચ કક્ષાના અધિકારી કોણ હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. 

કેનેડાએ હજુ સુધી પુરાવા નથી કર્યા રજૂ 
ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માએ કહ્યું કે, નિજ્જરની હત્યામાં કેનેડા કે કેનેડાના સહયોગીઓ દ્વારા ભારતને અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા બતાવવામાં આવ્યા નથી, જેના આધારે એવું કહી શકાય કે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હતો. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં ભારત વેપાર સંબંધોને વધારવા અને વેપાર સોદાની વાટાઘાટો કરવા કેનેડા સાથે ટેબલ પર પાછા ફરવા માંગે છે. 

જસ્ટિન ટ્રુડોએ કયા આક્ષેપો કર્યા? 
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને નિજ્જરના મૃત્યુ વચ્ચેના જોડાણની તપાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હતો. તેમના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ગતિરોધ શરૂ થયો હતો. ભારતની સૂચનાઓ બાદ કેનેડાએ પણ નવી દિલ્હીથી 41 કેનેડિયન રાજદ્વારીઓને તેમના દેશમાં આમંત્રણ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ