બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / New Parliament Building LIVE PM Modi inaugurates new Parliament Building

New Parliament Building / PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને કર્યું સમર્પિત, શ્રમ યોગીઓનું કર્યું સન્માન, જાણો તમામ અપડેટ

Megha

Last Updated: 09:20 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી સંસદનું ઉદ્ગાટન કરવા જઈ રહ્યાં છે આ સાથે જ સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષનાં આસનની પાસે સ્થાપિત કરવામાં આવશે.

  • PM નરેન્દ્ર મોદી આજે નવી સંસદનું ઉદ્ગાટન કરવા જઈ રહ્યાં છે
  • સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે
  • સવારે 7 વાગ્યાથી શરૂ થયો છે ઉદ્ગાટન કાર્યક્રમ
     

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે એટલે કે આજે નવી સંસદનું ઉદ્ગાટન કરવા જઈ રહ્યાં છે. ઉદ્ગાટન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે આ કાર્યક્રમને વૈદિક રીતિ રિવાજ અનુસાર સંપન્ન કરવામાં આવશે. સૌથી પહેલા ઉદ્ગાટન સમારોહ હવન અને પૂજા સાથે શરૂ થશે. આ બાદ PM મોદી લોકસભા કક્ષનું ઉદ્ગાટન કરશે. આ જ જગ્યાએ શૈવ સંપ્રદાયનાં પૂજારી PM મોદીને રાજદંડની સોંપણી કરશે. સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષનાં આસનની પાસે સ્થાપિત કરવામાં આવશે. 

નવી સંસદમાં સર્વધર્મ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય રાજ્યોના સીએમ સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર છે. આ સર્વધર્મ મેળાવડામાં બૌદ્ધ, જૈન, પારસી, શીખ સહિતના અનેક ધર્મોના ધર્મગુરુઓએ પ્રાર્થના કરી હતી.

સંસદ ભવનનાં નિર્માણમાં કામ કરનારા કામદારોનું સન્માન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ તેના નિર્માણમાં કામ કરનારા કામદારોનું સન્માન કર્યું હતું.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ નવી સંસદ ભવન ખાતે ચાલી રહેલી પ્રાર્થના સભામાં હાજરી આપી છે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂજા પર બેઠા હતા. તામિલનાડુના અધિનમ સંતોએ ધાર્મિક વિધિઓ પછી પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું, જેને પીએમ મોદીએ નવી સંસદના લોકસભા બિલ્ડિંગમાં સ્થાપિત કર્યું હતું.

સંસદની નવી ઇમારતમાં તેની સ્થાપના પહેલા અધીનામ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 'સેંગોલ'ને પવિત્ર કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરી પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરી. આ દરમિયાન તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા, થોડીવારમાં કરશે નવી સંસદનું ઉદ્ઘાટન

સવારે 7 વાગ્યાથી શરૂ થશે ઉદ્ગાટન કાર્યક્રમ
આજે ઉદ્ગાટન સમારોહ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. સવારે 7 વાગ્યે PM મોદી સ્થળે પહોંચશે અને 7.30 વાગ્યે પાંડલમાં પૂજન શરૂ થશે. આ પૂજન એક કલાક સુધી ચાલશે અને પછી લોકસભા ચેમ્બરની તરફ PM મોદી પ્રયાણ કરશે. ચેમ્બરમાં કાર્યક્રમ 9 વાગ્યા સુધી ચાલશે. અહીં લોબીમાં પ્રાર્થના થશે. આ બાદ ઉદ્ગાટન સમારોહનો દ્વિતીય ચરણ 11 વાગ્યે શરૂ થશે.

પ્રથમ ચરણ
સવારે 7.15- મુખ્યદ્વારથી PM મોદીનો પ્રવેશ
7.15- પૂજા-પાઠ શરૂ
8.30- પૂજા સમાપ્ત
8.30- LSC લોકસભા ચેમ્બર તરફ મૂવમેંટ
8.35- લોકસભા ચેમ્બરમાં પ્રવેશ
9.35-9.00- લોકસભા ચેમ્બરની અંદર કાર્યક્રમ
9થી 9.30- લોબીમાં પ્રાર્થના

દ્વિતીય ચરણ
11.30- અતિથિઓનું આગમન
12 વાગ્યે- મુખ્ય અતિથિઓનું આગમન
બપોરે 12.7 વાગ્યે- રાષ્ટ્રગાન
12.10- સ્વાગત ભાષણ ( ઉપસભાપતિ)
12.17- 2 ફિલ્મોનું સ્ક્રીનિંગ
12.29- ઉપરાષ્ટ્રપતિનો સંદેશ
12.33- રાષ્ટ્રપતિનો સંદેશ
12.38- રાજ્યસભામાં  નેતા પ્રતિપક્ષનું સંબોધન
1.05- PM મોદી દ્વારા સિક્કા અને સ્ટેમ્પનું વિમોચન
1.10- પ્રધાનમંત્રી મોદીનું સંબોધન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ