બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / New Look of parimal garden, best place fot photoshoot ahmedabad

ફરવા જેવું! / અમદાવાદમાં 5 સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવું જોરદાર ગાર્ડન, યંગસ્ટર્સના ફોટોશૂટ માટે બેસ્ટ પ્લેસ

MayurN

Last Updated: 03:49 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવ્યા હોય કે રહેતા હોય અને ફરવાનું મન થાય તો પરિમલ ગાર્ડન જરૂર આવજો. નવીનીકરણ થયા પછી આ ગાર્ડન 5 સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવું જોરદાર બન્યું છે.

  • પરિમલ ગાર્ડન અમદાવદમાં આંબાવાડી નજીક આવ્યું છે
  • નવી સુવિધાઓ સાથે કુદરતી ભવ્યતા જોવા મળશે
  • બે માળનું અદ્યતન જીમ અને ચાલવા માટે વોક વે

ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન- UNM ફાઉન્ડેશન દ્વારા રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલની હેઠળ રિસ્ટોર થયેલ આ સુંદરતમ, નયનગમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનમાં અનેક મોર્ડન સુવિધાઓ છે. આ ગાર્ડન પરિમલ સર્કલ પાસે આંબાવાડી અમદાવાદમાં આવેલું છે.

બગીચા માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ 
શહેરના દરેક પરિવારે અહીં અવશ્યપણે મુલાકાત લેવા જેવી છે. 1950 ના છેલ્લા થોડા સમયગાળામાં AMCના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચીમનલાલે દરખાસ્ત મૂકી કે અમદાવાદમાં વિશિષ્ટતા સાથેના બગીચા-પાર્ક હોવા જોઈએ. તેમના આ વિચારે પરિમલ ગાર્ડનને જન્મ આપ્યો. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સિટી કાઉન્સીલના સભ્ય શ્રી જયંતિલાલ ભીખાભાઇએ આ વિચારને આગળ વધારતા ટેક્સ્ટટાઈલ મિલ ઓનર્સ સમક્ષ આ પહેલને ફંડ પૂરું પાડવાની દરખાસ્ત મૂકી. તેના નવા અવતારમાં પરિમલ ગાર્ડનની તેની ઇંટોની ચીમનીઓ અને બોગનવિલેઆ આર્બર જેવા છોડ સહિતની આગવી ઓળખને જાળવી રાખીને સંપૂર્ણપણે કાયાપલટ (રીસ્ટોરેશન) કરવામાં આવ્યુ છે. એકતરફ તમામ 400 વર્ષ જૂના વૃક્ષોનું જેમાં આઈકોનીક વડ પણ શામેલ છે, તેનું જતન કરવામાં આવ્યું છે તો બીજી તરફ વિવિધ 45 પ્રજાતિઓના 600 થી વધુ વૃક્ષોને અને 125 વિવિધતાના 75000 છોડવાઓને ઉમેરવામાં આવ્યા છે. બગીચાની હરિયાળીમાં વધારો કરવા વાંસ અને પાલ્મને પણ રોપવામાં આવ્યા છે.

 

આ ગાર્ડનની વિશેષતાઓ 
લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા

વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર

સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ (બાંકડાઓ) કે જેના પર 500 લોકો બેસી શકે છે.

ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂંટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે. 

1450 ચો.ફૂટ ને આવરી લેતો પ્રદર્શન, કે કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર (રંગમંચ)

બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે, જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ