બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Neither Badshah, nor Raftaar, yo yo honey singh is the richest rapper of India, his net worth is Rs 200 crores

મનોરંજન / ન તો બાદશાહ, ન રફ્તાર, તો કોણ છે ભારતનો સૌથી ધનવાન Rapper? નેટવર્થ 200 કરોડથી વધુ

Megha

Last Updated: 10:23 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2014 માં 'દેશી કલાકાર'ની સફળતા પછી હની સિંહને બાયપોલર ડિસઓર્ડર હોવાનું નિદાન થયું જેમાંથી સાજા થવામાં 5-6 વર્ષનો સમય લાગ્યો. દરમિયાન બાદશાહ, રફ્તાર જેવા રેપર્સે ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવાનું શરૂ કર્યું.

  • આજના સમયમાં બાદશાહ, રફ્તાર અને યો યો હની સિંહ લોકપ્રિય રેપર છે
  • યો યો હની સિંહને હિપ હોપ સાથે પૉપ મ્યુઝિક મિક્સ કરવાનો શ્રેય જાય છે 
  • યો યો હની સિંહના પહેલા આલ્બમે ધૂમ મચાવી હતી

આજે ઘણા રેપર્સ, સિંગર્સ અને સંગીતકારો ફિલ્મ અને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે. શરૂઆતમાં, તેમની સામે ઘણા પડકારો હતા અને પોતાને સાબિત કરવું સરળ નહોતું પરંતુ ધીમે ધીમે રેપર્સ અને તેમના અલગ સંગીતને પ્રેક્ષકો મળ્યા અને તેઓ લોકો વચ્ચે નામ કમાવવા લાગ્યા. આજના સમયમાં બાદશાહ, રફ્તાર અને યો યો હની સિંહ લોકપ્રિય રેપર છે , જેમના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવે છે. 

યો યો હની સિંહને હિપ હોપ સાથે પૉપ મ્યુઝિક મિક્સ કરવાનો શ્રેય જાય છે 
જો કે, એ હકીકતને નકારી શકાય નહીં કે આઇકોનિક સિંગર અને રેપર બાબા સહગલ એ 90 ના દાયકામાં ભારતીય સંગીત પ્રેમીઓને રેપનો પરિચય આપ્યો હતો. હવે રેપ ગીતો યુવા સંસ્કૃતિનો મહત્વનો ભાગ બની રહ્યા છે. પણ ખાસ કરીને હિપ હોપ સાથે પૉપ મ્યુઝિક મિક્સ કરવાનો શ્રેય યો યો હની સિંહને આપવામાં આવે છે. યો યો હની સિંહ ભારતીય રેપ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિકારી કલાકાર તરીકે ઓળખાય છે. હની સિંહ હોશિયારપુર (પંજાબ)નો રહેવાસી છે. તેને 'બ્રાઉન રંગ', 'બ્લુ આઈઝ', 'લવ ડોઝ', 'દેશી કલાકાર' જેવા હિટ ગીતો આપ્યા છે. હની સિંહના કેટલાક લોકપ્રિય ગીતો આજે પણ કોઈ પાર્ટીની જાન ગણાય છે.

યો યો હની સિંહના પહેલા આલ્બમે ધૂમ મચાવી હતી
યો યો હની સિંહનું પહેલું પંજાબી આલ્બમ 'ઈન્ટરનેશનલ વિલેજર' 11 નવેમ્બર 2011ના રોજ રિલીઝ થયું હતું. આ આલ્બમનું તેમનું 'ગબરૂ' સુપરહિટ ટ્રેક બન્યું હતું.  આ સિવાય હની સિંહના આલ્બમમાં ઘણા હિટ ટ્રેક હતા જેના કારણે તે રાતોરાત ફેમસ બની ગયા હતા. 'બ્રાઉન રંગ', 'અંગ્રેઝી બીટ', 'ગોલિયાં' અને 'ડોપ શોપ' અને ઘણા. 'ઈન્ટરનેશનલ વિલેજર' હજુ પણ તે સમયના સૌથી પ્રિય મ્યુઝિક આલ્બમ્સમાં માંથી એક ગણવામાં આવે છે. 

યો યો હની સિંહે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી
2011 માં, હની સિંહે ફિલ્મ 'શકલ પે મત જા' માટે એક ગીત ગાયું હતું, જેની સાથે તેણે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 2012માં ફિલ્મ 'કોકટેલ'માં ગાયેલું તેનું ગીત 'મેં શરાબી' તેની લોકપ્રિયતાને બીજા સ્તરે લઈ ગયું હતું.  જો કે, 2014 માં 'દેશી કલાકાર'ની સફળતા પછી, હની સિંહને બાયપોલર ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું અને તેમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં તેને 5-6 વર્ષનો સમય લાગ્યો હતો. દરમિયાન, બાદશાહ, રફ્તાર અને અન્ય લોકોએ રેપ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું.

યો યો હની સિંહની નેટવર્થ
યો યો હની સિંહની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, રેપર અને ગાયકની અંદાજિત નેટવર્થ 208 કરોડ રૂપિયા છે. જો આપણે અન્ય રેપર્સની નેટવર્થ વિશે વાત કરીએ જેમની ઘણીવાર હની સિંહ સાથે સરખામણી કરવામાં આવે છે, તો બાદશાહની નેટવર્થ 41.3 કરોડ રૂપિયા, રફ્તારની 80 કરોડ રૂપિયા, એમસી સ્ટેનની 15-20 કરોડ રૂપિયા અને ડિવાઇનની નેટવર્થ રૂ. 8.2 કરોડ છે.

યો યો હની સિંહનું ગીત 'કલાસ્ટાર ' જબરજસ્ત હિટ થયું 
લાંબી રાહ જોયા બાદ, 15 ઓક્ટોબર 2023ના રોજ હની સિંહનું ગીત 'કલાસ્ટાર રિલીઝ થયું, જે 'દેશી કલાકાર'નો બીજો ભાગ છે. આ ગીતે યુટ્યુબ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે.  હની સિંહ ફરી એકવાર સંગીતની દુનિયામાં પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે, કારણ કે તેણે ખુલાસો કર્યો છે કે 'દેશી કલાકાર'નો ત્રીજો ભાગ પણ જલ્દી બહાર આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ