બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Neighboring woman in Patan throws 11-year-old girl's hands in boiling oil,

બર્બરતા / પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી દીધા, કારણ ચોંકાવનારું

Kiran

Last Updated: 12:19 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં રૂંવાડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો,મહિલાએ 11 વર્ષની માસુમ બાળકીના હાથ ગરમ તેલમાં નાખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી

  • મહિલાની બર્બરતાનો કિસ્સો સામે આવ્યો  
  • મહિલાએ બાળકીના હાથ ઉકળતા તેલમાં હાથ નાખ્યાં  
  • બાળકીના પરિવારે મહિલા સામે નોંધાવી ફરિયાદ 

આજ કાલ પાડોશી સાથે તકરાર થવી સામાન્ય થઈ ગઈ છે ત્યારે પાટણ રૂંવાડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે મહિલાએ 11 વર્ષની માસુમ બાળકીના હાથ ગરમ તેલમાં નાખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ છે. 



 

મહિલાની બર્બરતાનો કિસ્સો સામે આવ્યો  

પાડોશી મહિલાએ બર્બરતાની તમામ હદ વટાવી દેતા આ કિસ્સા બાદ આસપાસમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને મહિલા પ્રત્યે ધૂતકારની લાગણી ફેલાઈ ગઈ છે. પાડોશી મહિલાને 11 વર્ષની નાની બાળકી સાથે બર્બરતા કરતા તેના હાથ ગરમ ઉકળતા તેલમાં નાખી દેતા બાળકીના હાથ ગંભીર રીતે દાઝી ગયા છે જે બાદ ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  

પરિવારે મહિલા સામે નોંધાવી ફરિયાદ 

પાટણ સાંતલપુર ગામે ચરિત્ર અંગેની વાતને લઈ મહિલા ઉશ્કેરાઈ જતા મહિલાએ 11 વર્ષની માસુમ બાળકીના હાથ ગરમ ઉકળતા તેલમાં નાખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી જે બાદ પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને પાડોશી મહિલા સામે પણ પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મહિલા સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યાનું નિવેદન

પાટણમાં 11 વર્ષની બાળકના હાથ તેલમાં નાખ્યાની ઘટના બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. પાટણ ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યાએ કહ્યું કે સત્યના પરખા કરવાની ઘટના દુઃખદ બાબત છે, બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે, આવું કૃત્ય કરનાર મહિલા સામે કડક કાર્યવાહીના આદેશ આપતા બાળકીની સારવારની સ્થળ તપાસ માટે પણ આદેશ આપ્યા છે. મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું છે કે માનસિક અને શારીરિક પ્રતાડીટ કરવાનો કોઈને અધિકાર નથી સાથે તેમણે સ્થળ તપાસ કરી અહેવાલ પણ માંગી આવા કિસ્સા સમાજમાં આવા બને એ ખૂબ જ અસહ્ય અને ગંભીર બાબત હોવાનું જણાવ્યું છે. આ તરફ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે પણ નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ગુનાહિત કૃત્ય છે તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસના આદેશ પણ આપ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ