બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 06:29 PM, 4 October 2023
ADVERTISEMENT
એશિયન ગેમ્સમાં બીજી વાર નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. બુધવારે રમાયેલી ભાલા ફેંકની ઈવેન્ટમાં નીરજ ચોપડાએ પોતાના કાંડની તાકાત દેખાડીને દૂર સુધી ભાલો ફેંકીને પહેલા નંબરે પાસ થયો હતો અને ગોલ્ડ પોતાને નામે કર્યો હતો.
નીરજે ફેંક્યો 88.88 મીટર દૂર ભાલો
ભાલા ફેંકની ફાઈનલમાં એક તબક્કે એવું લાગતું હતું કે કિશોર જૈના છવાઈ જશે પરંતુ થોડી વાર નીરજ આગળ થઈ ગયો હતો અને 88.88 મીટર દૂર ભાલો ફેંકીને તેણે ગોલ્ડ જીતી લીધો હતો.
ADVERTISEMENT
કિશોર કુમાર જૈનાએ સિલ્વર જીત્યો
એશિયન ગેમ્સના 11મા દિવસે પણ ભારતને મેડલ મળવાનું ચાલું રહ્યું હતું. નીરજ ચોપડાની સાથે કિશોર કુમાર જૈનાએ પણ સિલ્વર જીત્યો હતો. કિશોર કુમારે 87.54 મીટરનો થ્રો કરીને સિલ્વર મેળવ્યો હતો.
𝑲𝒂𝒓 𝑯𝒂𝒓 𝑴𝒂𝒊𝒅𝒂𝒏 𝑭𝒂𝒕𝒆𝒉💪🏻#GOLD🥇 FOR THE G.O.A.T@Neeraj_chopra1 conquers #AsianGames2022 for the second time with a season best throw of 88.88!
— SAI Media (@Media_SAI) October 4, 2023
Take a bow King👑! You have done it💪🏻
Congratulations on your #HallaBol performance 🥳#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/m7NhwV8o6X
2018ની એશિયન ગેમ્સમાં નીરજે જીત્યો હતો ગોલ્ડ
નીરજ ચોપડાએ 2018ની એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તે વખતે ઈન્ડોનેશિયાના જાકાર્તમામાં રમાયેલી ઈવેન્ટમાં 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો.
એશિયન ગેમ્સમાં ભારતને મળ્યાં 80 મેડલ
હાલમાં એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં રમાઈ રહી છે અને તેને શરુ થયાને આજે 11મો દિવસ છે. એશિયન ગેમ્સના 11મા દિવસ સુધી ભારતને 80 મેડલ મળ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.