બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NDA VS Opposition IN INDIA in Lok Sabha Elections

મહામંથન / વિપક્ષના INDIA સામે મોદીનું ન્યૂ ઈન્ડિયા, મુદ્દાઓની અગત્યતાનું શું? ગઠબંધન અંગે કોઈ મગનું નામ મરી કેમ નથી પાડતું?

Dinesh

Last Updated: 09:28 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ કહ્યું કે INDIA નામ અંગ્રેજોની દેન છે અને તે સંસ્થાનવાદી માનસિકતાનું પ્રતિક છે જયારે અમે ભારત માતાના સમર્થક છીએ

  • લોકસભાની ચૂંટણીમાં NDA VS વિપક્ષનું INDIA 
  • વિપક્ષના INDIA સામે મોદીનું ન્યૂ ઈન્ડિયા
  • 2024ની ચૂંટણી માટે ગઠબંધન જરૂરી કે મજબૂરી?


ભાજપ પ્રેરિત NDA અને વિપક્ષ પ્રેરિત INDIAની બેંગ્લુરુ અને દિલ્લીમાં ભાજપ અને કોંગ્રેસની આગેવાનીમાં તેના સાથીપક્ષોની મેરેથોન બેઠક યોજાઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રીએ NDAના કરેલા નવા અર્થઘટન અને વિપક્ષે UPAને બદલે ગઠબંધનને આપેલા નામ INDIAની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો એક તર્ક છે કે જો ભાજપ કે તેના સાથી પક્ષો અમારો વિરોધ કરશે તો આડકતરી રીતે INDIAનો વિરોધ કહેવાશે. જો કે ભાજપે પણ હવે આ લડાઈને કદાચ INDIA વિરુદ્ધ ભારતની લડાઈ તરીકે ચિતરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તાજેતરમાં જ અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ કહ્યું કે INDIA નામ અંગ્રેજોની દેન છે અને તે સંસ્થાનવાદી માનસિકતાનું પ્રતિક છે જયારે અમે ભારત માતાના સમર્થક છીએ. NDA અને INDIA વચ્ચે બીજી કેટલીક રાજકીય ખાઈ અને મુદ્દા પણ છે જે 2024માં આ લડાઈને વધુ રસપ્રદ બનાવી શકે છે

રાજકીય પક્ષોની બેઠકોનો દોર
બેંગ્લુરુ અને દિલ્લીમાં બે દિવસ રાજકીય પક્ષોની બેઠકોનો દોર છે અને બેંગ્લુરુમાં બે દિવસ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષના સભ્યોની બેઠક ચાલી. વિપક્ષના સભ્યોનો એકમત હતો કે 2024ની ચૂંટણી મોદી વિરુદ્ધ જનતાની ચૂંટણી થાય અને વિપક્ષના ગઠબંધનને હવે UPAને બદલે અન્ય નામ આપવા વિચારણા થઈ છે. એવો મત સામે આવ્યો કે વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવું જોઈએ. સામે પક્ષે NDAની પણ દિલ્લીમાં મેરેથોન બેઠક ચાલી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ NDAનું અર્થઘટન કર્યુ અને નવું સૂત્ર આપ્યું છે. વિપક્ષનો તર્ક છે કે પ્રધાનમંત્રી કે NDAના સભ્યો INDIAનો વિરોધ કેવી રીતે કરશે? તેમજ સામે પક્ષે ભાજપ વિપક્ષની બેઠક અને ગઠબંધનને જુઠ્ઠાણું ગણાવી રહ્યું છે. ગઠબંધન અંગે હજુ કોઈ ચોક્કસ ફોડ પાડતું નથી. 2024ની ચૂંટણી પહેલા ગઠબંધન માટેની શું રણનીતિ તેના પર સસ્પેન્સ યથાવત છે. ગઠબંધન જરૂરી કે મજબૂરી તે મુદ્દે મુખ્ય રાજકીય પક્ષો મૌન છે. 

PMએ સમજાવ્યો NDAનો અર્થ
N= New India
D= Developed Nation
A=Aspiration of people

I.N.D.I.A.નો વિપક્ષે શું કર્યો અર્થ?
I= India
N=National
D=Development
I=Inclusive
A=Alliance

વિપક્ષ ઉપર પ્રધાનમંત્રીએ શું કહ્યું?
સમાજના તમામ વર્ગને NDA ઉપર ભરોસો
NDA માટે રાષ્ટ્ર અને રાષ્ટ્રની સુરક્ષા પ્રથમ
NDA અટલજીનો એ વારસો છે જે આપણને જોડાયેલા રાખે છે
NDAમાં કોઈ પક્ષ નાનો કે મોટો નથી
અમે વિપક્ષમાં હતા ત્યારે પણ સકારાત્મક રાજનીતિ કરી
અમે ક્યારેય જનાદેશનું અપમાન નથી કર્યું
અમે સરકારનો વિરોધ કરવા વિદેશી મદદ નથી લીધી
વિપક્ષમાં રહીને અમે વિકાસકાર્યોમાં અડચણ નથી પેદા કરી
2014 પહેલાની ગઠબંધન સરકારનું ઉદાહરણ આપણી નજર સામે છે
પ્રધાનમંત્રીની ઉપર પણ આપણે હાઈકમાન્ડ જોયા છે
2014 પહેલા નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ હતો
ગઠબંધન જ્યારે સત્તા ટકાવવાની મજબૂરી બને ત્યારે દેશને નુકસાન

2024માં કોણ કોના પર ભારે?
વિપક્ષના INDIA નામ ધરાવતા ગઠબંધન ઉપર ભાજપે પ્રહાર કર્યા છે. INDIA શબ્દ અંગ્રેજી માનસિકતા સાથે સંબંધ ધરાવતો હોવાનો પ્રચાર કર્યો છે. ભાજપ INDIA વિરુદ્ધ ભારતની લડાઈ બનાવી શકે છે તેમજ કોંગ્રેસનો તર્ક છે કે INDIA નામ મતદાતાઓમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. જો કે ભાજપ પ્રેરિત NDA અને વિપક્ષના INDIA વચ્ચે મતનો મોટો તફાવત છે. 2004 પછી NDAની મતની ટકાવારી સતત વધી છે.  2004માં NDAને મળેલા મતની ટકાવારી 22.18% હતી તેમજ 2019માં NDAને મળેલા મતની ટકાવારી 37.36% થઈ છે. UPAને 2019માં મળેલા મત 19% આસપાસ હતા. વિપક્ષ પાસે દમદાર ચહેરો અને નક્કર કાર્યક્રમ પણ હોવા જરૂરી છે. સામે પક્ષે પ્રધાનમંત્રીની સ્પષ્ટ અને નિર્ણાયક છબી અગત્યની છે. PMની મોટી ઉપલબ્ધિ એ છે કે તેમણે એક વફાદાર વોટબેંક ઉભી કરી છે. રામ મંદિર, કલમ 370ની નાબૂદી, એરસ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈકથી નક્કર છબી બની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ