બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / NDA is likely to suffer a heavy loss in these states of the country

સર્વે / દેશના આ રાજ્યોમાં NDAને ભારે નુકસાન થવાની શક્યતા, સામે આવ્યા સર્વેના ચોંકાવનારા આંકડા

Priyakant

Last Updated: 12:08 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024 Seat Survey News: સર્વેમાં NDA-INDIA ગઠબંધનની સીટોના ​​આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો 2019ની સરખામણીમાં ઘણા રાજ્યોમાં ભાજપની બેઠકો.....

  • 2024ની ચૂંટણી ભાજપ માટે રહેશે પડકારરૂપ
  • India Today C-Voterના આંકડા આવ્યા સામે 
  • સર્વે મુજબ 2019ની સરખામણીમાં ઘણા રાજ્યોમાં ભાજપની બેઠકો ઘટી

લોકસભા ચૂંટણી 2024 માટે બે ગઠબંધન વચ્ચે સખત લડાઈની અપેક્ષા છે. શું વિપક્ષી INDIAનું ગઠબંધન NDAથી આગળ વધી શકશે? આનો નિર્ણય 2024માં જનતા કરશે. જો કે આ પહેલા તાજેતરના સર્વેમાં NDA-INDIA ગઠબંધનની સીટોના ​​આંકડા સામે આવ્યા છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો 2019ની સરખામણીમાં ઘણા રાજ્યોમાં ભાજપની બેઠકો ઘટી છે. સાથે જ NDAને ઘણા રાજ્યોમાં એક પણ સીટ મળી નથી. જાણો કયા રાજ્યોમાં NDAની હાર અપેક્ષિત છે?

India Today C-Voter દ્વારા 15 જુલાઈથી 14 ઓગસ્ટ વચ્ચે લોકસભા સીટો માટે આ સર્વે કર્યો હતો. સર્વે અનુસાર NDA ને ત્રીજી વખત પણ બહુમત મળવાની આગાહી કરવામાં આવી છે. આમાં NDAને 43 ટકા વોટ શેર મળવાની આશા છે. જ્યારે INDIA એલાયન્સને 41 ટકા વોટ શેર મળ્યો, જે તેના કરતા બે ટકા ઓછો છે. જાણો ક્યા રાજ્યમાં NDAને નુકસાન જોવા મળ્યું છે. 

NDA (File Photo)

આ બે રાજ્યોમાં NDAને 46 બેઠકોનું નુકસાન?
સર્વેના આંકડાઓ અનુસાર, છેલ્લી લોકસભા ચૂંટણી અનુસાર NDAને માત્ર 2 રાજ્યોમાં કુલ 46 બેઠકો ગુમાવવાની આશંકા છે. તે ધ્યાનમાં આવ્યું છે કે, બિહારની કુલ 40 સીટોમાંથી NDA 14 સીટો જીતશે અને INDIA એલાયન્સ 26 સીટો જીતશે. બીજી તરફ મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી આ વખતે NDAને 20 અને INDIA ગઠબંધનને 28 બેઠકો મળવાની ધારણા છે. જો બંને રાજ્યોને જોડવામાં આવે તો NDAને અહીં કુલ 88 બેઠકોમાંથી 34 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે 2019માં NDAને બિહારમાં 39 અને મહારાષ્ટ્રમાં 41 બેઠકો મળી હતી. આ સંદર્ભમાં, NDA આ બંને રાજ્યોમાં 46 બેઠકો ગુમાવી શકે છે. 

INDIA Alliance (File Photo)

તો શું આ રાજ્યોમાં NDAની હાલત ખરાબ ?
સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં NDAને 18 સીટો અને INDIA એલાયન્સને 24 સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. પંજાબમાં NDAને માત્ર 1 સીટ જ્યારે INDIA એલાયન્સને 12 સીટ મળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણના રાજ્યોની સીટોમાં NDAને આ વખતે પણ તમિલનાડુમાંથી કોઈ સીટ મળતી દેખાઈ નથી. સર્વેમાં તામિલનાડુની તમામ 39 લોકસભા સીટો INDIA એલાયન્સને જવાની અપેક્ષા છે. સાથે જ એવો અંદાજ છે કે, કેરળમાં NDAનું ખાતું નહીં ખુલે. વિપક્ષી INDIA ગઠબંધનને કેરળમાં 20માંથી 20 બેઠકો મળવાની ધારણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ