બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

VTV / ncrd data seven thousand people died in the last 6 years due to drinking spurious liquor

નશો નોતરે નાશ / ઝેરી દારુથી મરનારના આંકડા જાહેર કર્યાં સરકારે, છ વર્ષમાં એટલા મર્યા કે જાણીને ધબકારા ચૂકી જવાશે

Hiralal

Last Updated: 04:04 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં ઝેરી દારુ પીવાથી દેશમાં સાત હજાર જેટલા લોકોના મોત થયા છે.

  • ઝેરી દારુએ તો દાટ વાળ્યો
  • છ વર્ષમાં સાત હજાર લોકોના મોત
  • મધ્યપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં સૌથી વધારે મોત 
  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ આંકડા જાહેર કર્યાં 

ભારતમાં છેલ્લા છ વર્ષમાં નકલી દારૂ પીવાથી લગભગ 7 હજાર લોકોના મોત થયા છે અને સૌથી વધુ મોત મધ્યપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં થયા છે. આ માહિતી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ડેટા પરથી મળી છે. લોકસભામાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ કુંવર દાનિશ અલી દ્વારા નકલી દારૂથી થતાં મોત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં 19 જુલાઈ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે 2016થી 2020 સુધી એનસીઆરબીના આંકડા રજૂ કર્યા હતા.

કયા વર્ષમાં કેટલા લોકોના મોત 
એનસીઆરબીના આંકડા મુજબ દેશમાં 2016માં નકલી દારૂ પીવાથી 1054, 2017માં 1510, 2018માં 1365, 2019માં 1,296 અને 2020માં 947 લોકોના મોત થયા છે. આંકડા મુજબ વર્ષ 2021માં દેશભરમાં નકલી દારૂ પીવાથી જોડાયેલી 708 ઘટનાઓમાં 782 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ 137 મૃત્યુ સાથે ટોચ પર છે, ત્યારબાદ પંજાબમાં 127 અને મધ્યપ્રદેશમાં 108 મૃત્યુ થયા છે.

2016 થી 2021 સુધી 6,954 લોકોનાં મોત
એનસીઆરબીના જણાવ્યા અનુસાર, 2016 થી 2021 સુધીના છ વર્ષના ગાળામાં ભારતમાં કુલ 6,954 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સંદર્ભમાં દેશમાં નકલી દારૂના સેવનથી દરરોજ સરેરાશ ત્રણથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. આંકડા અનુસાર 2016થી 2021 વચ્ચે નકલી દારૂ પીવાથી સૌથી વધુ 1322 મોત મધ્યપ્રદેશમાં થયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 1013 અને પંજાબમાં 852 મોત થયા છે. 

કયા રાજ્યમાં કેટલા મોત?
આંકડા મુજબ 2016થી 2021ની વચ્ચે નકલી દારૂ પીવાથી ઉત્તર પ્રદેશમાં 425, રાજસ્થાનમાં 330, ઝારખંડમાં 487, હિમાચલ પ્રદેશમાં 234, હરિયાણામાં 489, ગુજરાતમાં 54, છત્તીસગઢમાં 535, બિહારમાં 23, આંધ્રપ્રદેશમાં 293 અને પશ્ચિમ બંગાળમાં 24 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, પુડુચેરીમાં 172 અને દિલ્હીમાં 116 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ