બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Nature shows strength in Himachal, vehicles stretched like cards, CM cancels official leave in Delhi

મેઘમહેર / VIDEO: હિમાચલમાં કુદરતે તાકાત બતાવી, ગાડીઓ પત્તાંની જેમ તણાઇ, દિલ્હીમાં CMએ અધિકારીઓની રજા કેન્સલ કરી

Priyakant

Last Updated: 02:24 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ

  • ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ યથાવત
  • દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 
  • દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ, અધિકારીઓની રજા કેન્સલ

ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ યથાવત છે. સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે ગઈ કાલે ભારે વરસાદ થયો હતો, જેમાં દિલ્હી સહિત સિઝનનો પ્રથમ ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. આ દૃષ્ટિકોણથી છેલ્લા 40 વર્ષમાં જુલાઈ મહિનામાં એક દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે.

દિલ્હીમાં અધિકારીઓની રવિવારની રજા રદ 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓથી લઈને અંડરપાસ સુધી પાણી ભરાઈ ગયા છે. કાદવના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. લોકોની મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી છે. દરમિયાન, પરિસ્થિતિનો સામનો કરવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સંપૂર્ણ મેન પાવર સાથે મેદાનમાં ઉતરી છે. દિલ્હી સરકારે તમામ વિભાગોના અધિકારીઓની રવિવારની રજા રદ કરી દીધી છે. આ તમામ અધિકારીઓને ફિલ્ડ પર રહેવા અને વ્યવસ્થા સુધારવા સૂચના આપવામાં આવી છે.

41 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ 
દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ નોંધાયો છે. 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં રેકોર્ડ વરસાદ થયો છે. પડકારો વધવા પર સરકાર એક્શન મોડમાં આવી છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીઓએ સમસ્યાવાળા વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કરવું પડશે અને રસ્તાને સરળ અને સ્વચ્છ બનાવવા જણાવ્યું છે. મેયર અને મંત્રીઓને પણ નિરીક્ષણ કરવા કહેવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આજે પણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં એક 58 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું જ્યારે એક ફ્લેટની છત તેના પર તૂટી પડી. રાજસ્થાનમાં 24 કલાકના ગાળામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. હવામાન વિભાગે રાજસમંદ, જાલોર, પાલી, અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, દૌસા, ધોલપુર, જયપુર અને કોટા સહિત રાજસ્થાનના નવથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સતત બીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત
અવિરત વરસાદ અને ભૂસ્ખલનને કારણે શનિવારે સતત બીજા દિવસે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુના વિવિધ સ્થળોએ અને ગુફા મંદિરના માર્ગ પર ફસાયા હતા. દક્ષિણમાં, કેરળ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. IMD એ કેરળના ચાર જિલ્લા - કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં "યલો" ચેતવણી જાહેર કરી છે. સિમલા, સિરમૌર, લાહૌલ અને સ્પીતિ, ચંબા અને સોલનમાં ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણા રસ્તાઓ બંધ થયા બાદ હવામાન કચેરીએ હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે "રેડ" એલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદને કારણે તે વધુ જોખમી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આલમ એ છે કે ભારે વરસાદને કારણે હિમાચલના કુલ્લુમાં બિયાસ નદીના વહેણને કારણે નેશનલ હાઈવે 3નો એક ભાગ ધોવાઈ ગયો છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે બિયાસ નદીએ ખતરનાક રૂપ ધારણ કર્યું છે અને નેશનલ હાઈવે 3નો એક ભાગ ધોવાઈ ગયો છે.

હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે 'રેડ' એલર્ટ જાહેર કરતી વખતે શિમલા સ્થિત હવામાન કચેરીએ 8-9 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. સોલન જિલ્લાના કસૌલીમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ત્રણ નિર્માણાધીન ઈમારતોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમારતોના રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શું કહ્યું હવામાન વિભાગે ? 
હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે 9 જુલાઈએ ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અતિ ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટ એક દિવસમાં 204 મીમીથી વધુ વરસાદની સંભાવના દર્શાવે છે. સિમલા, સિરમૌર, સોલન અને લાહૌલ અને સ્પીતિ માટે 'ઓરેન્જ' એલર્ટ  જાહેર કરતી વખતે, હવામાન વિભાગે ત્યાં 8-9 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 13મી જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કાંગડા, ચંબા, શિમલા, મંડી, કુલ્લુ, સિરમૌર, સોલન અને ઉના જિલ્લાઓમાં નદીઓમાં પૂરની સંભાવના અને નીચલા અને મધ્યમ પહાડીઓમાં પાણી, વીજ પુરવઠો અને સંચાર સુવિધાઓમાં વિક્ષેપની ચેતવણી પણ વ્યક્ત કરી છે. ભારે વરસાદને કારણે અમુક સમયે દૃશ્યતામાં ઘટાડો થઈ શકે છે અને લોકોને જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તેવા વિસ્તારોને ટાળવાની સલાહ આપવામાં આવી છે. બિયાસ નદી અને તેની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાના અહેવાલ છે. વરસાદને કારણે 91 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે અને 73 પાણી પુરવઠા યોજનાઓ અને 69 ટ્રાન્સફોર્મર ખોરવાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, હિમાચલ પ્રદેશને આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 352 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ