બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / National Conference will be held today at Kevadia Narmada

કાર્યક્રમ / નર્મદાના કેવડિયા ખાતે આજે નેશનલ કોન્ફરન્સ, PM Modi વર્ચ્યુઅલી કાયદા મંત્રી અને સચિવોને કરશે સંબોધન

Dhruv

Last Updated: 10:03 AM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નર્મદાના કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલી જોડાશે.

  • નર્મદાના કેવડિયા ખાતે આજે નેશનલ કોન્ફરન્સ
  • PM નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં વર્ચ્યુલી જોડાશે
  • દેશના કાયદા મંત્રી અને સચિવોને કરશે સંબોધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારનું હાલ સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ છે. ત્યારે આજે નર્મદાના કેવડિયા ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાશે. ઓલ ઇન્ડિયા લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલી જોડાશે.

કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા વિવિધ વિષયો પર ચર્ચા થશે

PM મોદી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ કાયદા મંત્રીઓ અને સચિવોને સંબોધન કરશે. એ સિવાય PM મોદી અખિલ ભારતીય પરિષદને પણ સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા વિવિધ વિષયો પર ચર્ચા થશે.

PM મોદી 19મીએ આવશે રાજકોટના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. ત્યારે એકવાર ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આગામી 19મીએ PM મોદીની રાજકોટમાં સભા યોજાશે. આ પ્રવાસ દરમ્યાન PM મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, PMના આગમન પહેલાં રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

જોકે રાજકોટમાં યોજાનાર PM મોદીનો રોડ શોમાં થોડોક ફેરફાર કરાયો છે. PM મોદીનો રોડશો હવે લંબાવાયો છે. આગામી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે અહીં તેઓ રોડ શો કરશે. જેમાં પ્રથમ રોડ શો એરપોર્ટથી શાસ્ત્રી મેદાન સુધી યોજાશે. જ્યારે શાસ્ત્રી મેદાનથી ફરી રોડ શો શરૂ થઈને રેસકોર્સ સુધી યોજાશે. આ રેસકોર્ષ મેદાનમાં PM મોદી જાહેર સભાને સંબોધશે.

19 ઓક્ટોબરના રોજ PM મોદી આવશે રાજકોટની મુલાકાતે

19 ઓક્ટોબરના રોજ PM મોદી રાજકોટની મુલાકાતે આવશે. અહીં તેઓ 6 હજાર કરોડના કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. જેમાં 3 ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટથી રેસકોર્સ સભામંડપ સુધી રોડ-શો યોજાશે. રેસકોર્ષમાં 1.5 લાખ લોકો એકત્ર થવાનો અંદાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ