બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narrator Rameshbhai Ojha's statement about animals

સ્પષ્ટતા / નેતાઓ, દરેક વાતને રાજકીય રંગ આપવાનું બંધ કરો: કથાકાર રમેશ ઓઝાએ ઢોર મુદ્દે ફરી આપ્યું નિવેદન

Malay

Last Updated: 03:11 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા કથાકાર રમેશ ઓઝાએ પશુપાલકો અંગે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે તે કોઈ સમાજ વિશેષને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું. સમગ્ર રીતે જનતાના હિત માટેની જે વાત હોય તે કહેવાતી હોય છે.

 

  • પશુઓ અંગે કથાકાર રમેશભાઈ ઓઝાનું નિવેદન
  • શહેરના સમીપવર્તી ગામો શહેરમાં ભળતા જાય છેઃ કથાકાર
  • વ્યાસપીઠ પરથી જનતાના હિત માટે હોય તે વાત કહેવાય છેઃ રમેશભાઈ ઓઝા

મોરબીમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ પશુપાલકો અંગે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. માલધારી મહાપંચાયત દ્વારા કથાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પશુઓ અંગે કથાકાર રમેશ ઓઝાનું નિવેદન સામે આવ્યું છે. 

પુજનીય ગાયોની દશા દયનીય કરી નાખી: રમેશ ઓઝા

જાણીતા કથાકાર રમેશ ઓઝાએ કહ્યું કે, 'મને દુઃખ એ વાતનું થાય છે કે જે ગાય માતાને આપણે પૂજનીય માનીએ છીએ, તેની દશા આપણે કેવી દયનીય કરી નાખી છે. સરકારે અને જે પાળતા હોય એ બધાએ આ બાબતે વિચાર કરીને જાગૃત થવાની જરૂર છે. શહેરીકરણ વધતુ જાય છે અને શહેરના  સમીપવર્તી ગામો શહેરમાં ભળતા જાય છે. સાથે શહેરનો વિસ્તાર વધતા જાય છે. તે ગામોના પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે શું કરી અથવા તો કંઇક એવું થવું જોઈએ કે રસ્તે રઝળતા પશુઓ ટ્રાફિકમાં પણ સમસ્યા ન ઉભી કરે.'

વ્યાસપીઠ પરથી કહેવાય છે તે કોઈ સમાજને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું: રમેશ ઓઝા

તેઓએ જણાવ્યું કે, 'વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે તે કોઈ સમાજ વિશેષને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું. સમગ્ર રીતે જનતાના હિત માટેની જે વાત હોય તે કહેવાતી હોય છે. આ સમસ્યા છે એ જનતા પણ કબૂલ કરે છે. હાઈકોર્ટે પણ નોંધ્યું છે અને નરીઆંખે દેખાય છે કે રસ્તાઓ ગૌશાળા બનેલા છે. દરેક સમસ્યાને રાજકીય રંગ આપવાનું બંધ કરો નેતાઓ. જો તમે જનકલ્યાણની વાતો કરતા હોય તો જનતાની માટે વિચારો. અહીંયા કોઈ પાર્ટીની વાત નથી, સમગ્ર રીતે જનતાના કલ્યાણની વાત છે.'

ગતરોજ કરેલી ટિપ્પણી પર રમેશ ઓઝાએ કહ્યું કે, 'નિશ્ચિતપણે મારું દુર્ભાગ્ય છે કે મેં સદભાવના સાથે કહેલી વાતને એ લોકો દુર્ભાગ્યપૂર્ણ કહે છે.  મેં એક નાગરિક તરીકે જે સમસ્યા છે, તેને તમારી સામે મૂકી છે.' 

ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીંની કરી હતી ટિપ્પણી
 
મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી કથાકાર રમેશ ઓઝાએ ગૌવંશને રસ્તા પર રઝડતા છોડી દેનાર પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, 'નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.' 

 

રમેશભાઈએ વ્યાસપીઠની ગરીમાનું ન રાખ્યું ધ્યાન: નાગજી દેસાઈ

જે બાદ માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, 'કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો અને જે ભાષા-શબ્દનો ઉપયોગ કર્યો છે, તે કથાકાર તરીકે અને ધાર્મિક સંત તરીકે દુર્ભાગ્ય પણ ગણી શકાય. આવા કથાકારો અને સંતોને કારણે 98 ટકા સારા સંતો અને કથાકારોને નીચું જોવું પડે છે. વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને ઠપકો આપ્યો, વ્યાસપીઠની ગરીમા જ તેમને ખબર નથી કે તેની કેટલી મોટી ગરીમા છે.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ