બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Nargis Fakhri shared a haunted experience of her apartment said she used to have nightmares

ડરામણો અનુભવ / મને એ કબ્રસ્તાનમાં લઈ જઈને જબરદસ્તી...: એવું તો શું થયું કે બોલિવૂડની હસીનાએ ભયના કારણે છોડવું પડ્યું ઘર

Megha

Last Updated: 12:47 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરગીસ શરૂઆતમાં મુંબઈમાં રહેવા ત્યારે તેને એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું પણ આ એપાર્ટમેન્ટમાં તે માત્ર ત્રણ દિવસ જ રહી શકી હતી. કહ્યું 'મારા સપનામાં એક માણસ આવતો જે કબ્રસ્તાનમાં મને લઈ જતો'

  • નરગીસ ફખરીએ પોતાનો એક ભૂતિયા અનુભવ શેર કર્યો છે. 
  • મુંબઈમાં એક એપાર્ટમેન્ટમાં તે માત્ર ત્રણ દિવસ જ રહી શકી હતી 
  • 'મારા સપનામાં એક માણસ આવતો જે કબ્રસ્તાનમાં મને લઈ જતો '

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નરગીસ ફખરી જેને રોકસ્ટાર, મદ્રાસ કેફે અને હાઉસફુલ 3 જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. વાત એમ છે કે હાલ નરગીસે એક વાતચિત દરમિયાન પોતાનો એક ભૂતિયા અનુભવ શેર કર્યો છે. નરગીસ શરૂઆતમાં મુંબઈમાં રહેવા આવી હતી અને તેને એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું પણ તે આ એપાર્ટમેન્ટમાં માત્ર ત્રણ દિવસ જ રહી શકી હતી. નરગીસે કહ્યું હતું કે તેનું આ એપાર્ટમેન્ટ કબ્રસ્તાન પાસે હતું. 

નરગીસે એક ઈન્ટરવ્યુમાં આ ભૂતિયા અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે “ હું જ્યારે નવી નવી મુંબઈમાં આવી હતી ત્યારે મને એક એપાર્ટમેન્ટ મળ્યો, તે હિલ રોડ પર કબ્રસ્તાન પાસે હતો. હું ત્યાં માત્ર ત્રણ દિવસ રહી શકી હતી. કારણ કે એ એપાર્ટમેન્ટમાં ગયા પછી ત્યાં મને વિચિત્ર સ્વપ્ન  આવતા અને અચાનક હું સવારે 3 વાગ્યે જાગી જતી હતી. આ ભૂતિયા અનુભવ ખૂબ જ ડરામણો હતો. ' 

આગળ તેને વાત કરતાં કહ્યું હતું કે, ' મારો મતલબ આ સ્વપ્ન ખૂબ ડરામણું હતું. મારા સ્વપ્નમાં એક માણસ હતો જે ભૂત જેવો દેખાતો હતો. તે 6 ફૂટ 5 ઇંચ ઊંચો, ગોરો, નિસ્તેજ, ડરામણો છોકરો હતો જે મને કબ્રસ્તાનમાં લઈ જતો હતો. પછી તે કબ્રસ્તાનમાં તાજા મૃતદેહોને બહાર કાઢતો અને તેનું માંસ ખાતો અને મને પણ કંઈક ખાવાનું કહેતો. આઆવ સપના મને ત્યાં આવતા અને હું જએટલા દિવસ એ એપાર્ટમેંટમાં રહી મને દરરોજ આ સપનું આવતું. ' 

અભિનેત્રી એ આગળ જણાવ્યું કે આ બધા બાદ તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને મેં મારી ટીમને કહ્યું કે મારે દિલ્હી શિફ્ટ થવું છે. એ બાદ જ્યારે એ લોકો મારો સમાન લેવા એપાર્ટમેંટમાં આવ્યા ત્યારે  એમને નજીકના કબાટમાંથી 6 મૃત પક્ષીઓના બચ્ચા મળી આવ્યા હતા. તેના કહેવા મુજબ નરગીસ હજુ પણ આ ઘટના વિશે કશું સમજી કે જાણી શકી નથી. આ પછી નરગીસ દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નરગીસે કહ્યું, “મારા લોકો મારી બેગ પેક કરવા અને મારો સામાન લેવા આવ્યા, તેઓએ મને કહ્યું કે તેમને મારા અલમારીમાં છ મૃત બચ્ચાં મળ્યાં છે. તે વિચિત્ર નથી? મને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું હતું.

નરગીસના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં અનુપમ ખેરની શિવ શાસ્ત્રી બલબોલામાં જોવા મળી હતી. હવે તે સાઉથની પાન ઈન્ડિયા ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં પવન કલ્યાણ હીરો છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ