બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / narendra modi varanasi amit shah gandhinagar rajnath singh lucknow nitin gadkari nagpur seat voting

Election 2024 / PM મોદીની વારાણસી અને અમિત શાહની ગાંધીનગર બેઠક પર ક્યારે મતદાન? જાણો ડિટેલ્સ

Dinesh

Last Updated: 06:12 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 : વારાણસી લોકસભા બેઠક માટે સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. જ્યારે રાજનાથ સિંહની લખનઉ લોકસભા બેઠક પર 20 મેના રોજ મતદાન થશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની માટેની જાહેરાત થઈ ગઈ છે. 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે બંને કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની હાજરીમાં આ માહિતી આપી હતી. દેશની તમામ 543 લોકસભા બેઠકો તેમજ સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ખાલી પડેલી 26 બેઠકો માટેની પેટાચૂંટણીઓનું કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતાઓની લોકસભા બેઠકો પર ક્યારે મતદાન થવાનું છે ?, વિગતે જાણીએ. 

ફાઈલ તસવીર

ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે
સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીની. તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વારાણસી લોકસભા સીટ માટે સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. જ્યારે રાજનાથ સિંહની લખનઉ લોકસભા સીટની વાત કરીએ તો અહીં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણી પંચે સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દીધો છે ત્યારે આદર્શ આચાર સંહિતા પણ લાગી ગઈ છે. જણાવીએ કે, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. અહીં 7 મેના રોજ મતદાન થવાનું છે. 

નીતિન ગડકરીની બેઠક પર ક્યારે મતદાન થશે?
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે 5માં તબક્કામાં ચૂંટણી યોજાશે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે જ્યારે બીજા તબક્કાનું મતદાન 26મીએ અને ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ તો ચોથા તબક્કાનું અને 5માં તબક્કાનું મતદાન 13 અને 20મી મેના રોજ થશે. ત્યારે નીતિન ગડકરીની નાગપુર સીટ માટે 19 એપ્રિલે મતદાન થશે. 

રક્ષા મંત્રાલયની મહત્વની જાહેરાત, સંરક્ષણના 101 ઉપકરણોને લઇને લીધો મોટો  નિર્ણય | defense minister rajnath singh make an important announcement rmo  india security

વાંચવા જેવું: દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો હવે શું-શું બદલાવ થશે? સમજો એક એક પોઇન્ટમાં

મનોહર લાલ ખટ્ટરની બેઠક પર ક્યારે મતદાન થશે
મધ્યપ્રદેશની 29 લોકસભા સીટો પર 4થા તબક્કામાં મતદાન થશે. અહીં 26 એપ્રિલથી 1 જૂન વચ્ચે મતદાન થશે. શિવરાજ સિંહ ચૌહાણની વિદિશા લોકસભા સીટ માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. હરિયાણામાં 10 લોકસભા સીટો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. આ રીતે મનોહર લાલ ખટ્ટરની કરનાલ સીટ પર 25 મેના રોજ મતદાન થવાનું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ