બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

VTV / ગુજરાત / narendra-modi-shinzo-abe-get-india-s-first-bullet-train

NULL / દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પીએમ મોદી અને શિંઝો આબે દ્વારા કરાયું ભૂમિપુજન

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે થશે. પીએમ મોદી અને જાપાનના પીએમ શિંઝો આબે આજે સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેના એથલેટિક સ્ટેડિયમ પાસે તેના માટે વિધિવત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  

આ કાર્યક્રમમાં રેલ મંત્રી પિયુષ ગોયલ અને રેલ રાજય મંત્રી મનોજ સિન્હા તેમજ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા. અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો આ પ્રોજેક્ટ 1 લાખ 8 હજાર કરોડનો છે. અને આ યોજના ડિસેમ્બર 2023 સુધીમાં પુર્ણ થશે.  

લાઇવ અપડેટ્સ- 

- પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં પોતાના નિવેદનની શરૂઆત કરી હતી તેમણે નજીકના મિત્ર શિંઝો આબેને ધન્યવાદ આપ્યા. એક સાચો મિત્ર સમય અને સીમાના બંધનોથી દૂર રહે છે. આજે જાપાને સાબિત કર્યું કે તે ભારતનો સાચો મિત્ર છે. ભારતના હાઇસ્પિડ રેલવે પ્રોજેક્ટમાં જાપાનની મહત્વની ભાગીદારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંપૂર્ણ શ્રેય શિંઝો આબેને જાય છે. શિંઝો આબેએ વ્યક્તિગત ધ્યાન રાખી પ્રોજેક્ટમાં વિઘ્ન ન આવે તેનું ધ્યાન રાખ્યું.

- દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી દેશમાં કનેક્ટિવિટી વધે છે. જાપાનમાં સૌ પ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થઇ ત્યારબાદ વિશ્વમાં બુલેટ ટ્રેનની શરૂઆત થઇ. ટેકનોલોજી ઝડપથી બદલાઇ રહી છે. છેલ્લા 25 વર્ષમાં ટેકનોલોજી ઝડપથી બદલાઇ છે.

- આર્થિક પ્રગતિ માટે ગ્રોથ વધવો જરૂરી છે. જાપાને ભારતને 50 વર્ષના સમયગાળા માટે લોન આપી છે. 88 હજાર કરોડના રૂપિયા માત્ર 0.1 ટકાના વ્યાજદરે લોન આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ રકમ ખર્ચ થશે.


- શિંઝો આબે બોલ્યા કે ભારત અને જાપાની દોસ્તી માત્ર દ્વિપક્ષીય નથી. આ વિશ્વ વ્યવસ્થાની છે. જાપાન પુરી રીતે મેક ઇન ઇન્ડિયાનું સમર્થન કરે છે. આબેએ કહ્યું કે હું અને પીએમ મોદી જય ઇન્ડિયા જય જાપાનનું સપનું સાકાર કરીશું. તેમણે કહ્યું કે આગામી સમયમાં જ્યારે ભારત આવીશ ત્યારે બુલેટ ટ્રેનમાં બેસીશ.

જાપાની પીએમ બોલ્યા કે જાપાનમાં બુલેટ ટ્રેનથી કોઇ દુર્ઘટના નથી થતી. એક દિવસ આખા ભારતમાં બુલેટ ટ્રેન દોડશે. જાપાનની બુલેટ ટ્રેન આખી દુનિયામાં સૌથી સુરક્ષિત બુલેટ ટ્રેન સેવા છે.

- શિંઝો આબેએ કહ્યું કે પીએમ મોદી એક દુરદર્શી નેતા છે મે પોતે આ પ્રોજેક્ટમાં રસ ધરાવ્યો છે. જાપાનથી 100થી વધારે એન્જિનિયર ભારતમાં આવેલા છે મોદીની નીતિઓનું પુરૂ સમર્થન કરૂ છું.

- જાપાની પીએમ શિંઝો આબેએ નમસ્કારથી પોતાના ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતનું બળવાન થવું જાપાનના હિતમાં છે. ભારતમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે.

- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે મોદીજી નવું નવું વિચારે છે. તેઓ આ પ્રોજેક્ટ લાવ્યા. ગુજરાત માટે સોનાનો દિવસ છે.


- મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ મોદીએ જે નવા ભારતના સંકલ્પના રાખી છે આ પ્રોજેક્ટ તેમની જ શરૂઆત છે.

- રેલમંત્રી પીયૂષ ગોયલે નિવેદન આપ્યું હતું કે પહેલા મહાત્મા ગાંધીને ટ્રેનથી બહાર કઢાયા હતા આજે અમે ગાંધીની ધરતી પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. આ પ્રોજેક્ટ માટે જાપાન તરફથી 0 ટકાના વ્યાજથી પૈસાની મદદ કરી. 

- પીએમ મોદી શિંઝો આબેની સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી રેલ મંત્રી પીયૂષ ગોયલ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીશ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

- બન્ને નેતાઓને પ્રોજેક્ટ વિશે સમજાવવામાં આવ્યું

- એથ્લેટિક્સ સ્ટેડિયમ પહોંચ્યા મોદી-આબે થોડીવારમાં બુલેટ ટ્રેન પ્રોજક્ટનું ભૂમિપુજન


પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે દ્વારા આજે સાબરમતી રેલ્વે સ્ટેશનની પાસે એથ્લેટિક સ્ટેડિયમમાં મહત્વાકાંક્ષી 1.08 લાખ કરોડ રૂપિયાનો અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ્વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત.

મુંબઇથી અમદાવાદ વચ્ચે ચાલનારી આ દેશની પહેલી બુલેટ ટ્રેન 508 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂરૂ કરશે. જેને લઇ મુંબઇ-અમદાવાદ વચ્ચેની યાત્રાનું અંતર સાત કલાકથી ઘટીને ત્રણ કલાક થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ