બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nadabet border desert become sea heavy rain suigam banaskantha

બનાસકાંઠા / ભારત-પાકિસ્તાનની નડાબેડ બોર્ડરનું અફાટ રણ બની ગયું દરિયો, સર્જાયા રમણિય દ્રશ્યો, સેનાના જવાનો અડીખમ

Hiren

Last Updated: 11:29 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનની નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાઇ ગયું છે. બોર્ડરનો રણ વિસ્તારમાં સમુદ્ર જેવો માહોલ બન્યો છે. રણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે પ્રવાસીઓ અહીં મજા માણી રહ્યા છે.

  • ભારત-પાકિસ્તાનની નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાઇ
  • બોર્ડરનો રણ વિસ્તારમાં સમુદ્ર જેવો માહોલ 
  • રણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

બનાસકાંઠામાં ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વાવનુ તીર્થગામ બેટમાં ફેરવાયું છે કેમ કે ગત રાત્રે અહીં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આ તરફ બનાસકાંઠાના સુઈગામમાં 4 કલાકમાં 3 ઈંચ ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ રણ વિસ્તારમાં પાણી ભરાયા છે, જો કે, તેમ છતાં વરસાદ વચ્ચે પણ BSFના જવાનો માતૃભૂમિના રક્ષણ માટે ફરજ બજાવી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલ નડાબેટનું અફાટ રણ દરિયામાં ફેરવાઇ ગયું છે. 

નડાબેટ બોર્ડરનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો
બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો નડાબેટ વિસ્તાર હાલ દરિયા જેવો બની ગયો છે. કારણ કે ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટ વિસ્તારના રણના હાલ દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ કારણે નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અજાયબ લાગે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે. 

પ્રવાસીઓએ રણમાં ભરાયેલા પાણીમાં નહાવાની માણી મજા
નડાબેટનું રણ વરસાદી પાણીના કારણે દરિયો બનતા અનેક પ્રવાસીઓએ અહીં નાહવાની મજા લીધી હતી. અહીં રણ હોય છે, ત્યાં વરસાદ બાદ પાણી ભરાઇ જતા સરોવર બની જાય છે. અફાટ રણ દરિયો બનતા ઠંડા પવન ફૂંકાતા નડાબેટ રણમાં રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સુઇગામના નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ