બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Murder case after child girl rape: Accused Ismail sentenced to death

ચુકાદો / બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસ: આરોપી ઇસ્માઇલને ફાંસીની સજા, 11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

Malay

Last Updated: 02:06 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના સચિનની બે વર્ષની બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઇસ્માઇલ હજાતને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ઇસ્માઇલ હજાતે 27 ફેબ્રુઆરી 2023ના રોજ બાળકીની હત્યાને અંજામ આપ્યો હતો.

  • સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલો
  • કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
  • આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરાઈ હતી ચાર્જશીટ 

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપી ઇસ્માઇલ હજાતને ફાંસીની સજા ફટકારી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. હાલ નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 

નરાધમને ફાંસીની સજા

બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો મૃતદેહ
સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે પાડોશી ઇસ્માઇલની કરી હતી ધરપકડ
બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર ઇસ્માઇલ યુસુફના ઘરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી અને બાદમાં મૃત હાલમાં મળી આવી હતી. જેથી પોલીસે પાડોશી ઇસ્માઈલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ ઇસ્માઇલ યુસુફ હજાતને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તો બાળકીના મૃતદેહને પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, આરોપીએ બાળકીના શરીરના અંગો પર ઈજા પહોંચાડી હતી. પોતાના મોબાઈલમાં ઈજા કઈ રીતે પહોંચાડી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો 

પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરી ચાર્જશીટ 
જેથી સચીન પોલીસે માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી ઇસ્માઇલ હજાતને જેલભેગો કરી ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સરકારપક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ