બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Municipal corporation run schools trend in Ahmedabad

અમદાવાદ / સ્માર્ટ સિટીમાં પ્રાઇવેટ નહીં મનપાની સ્કૂલો માટે ગજબ ક્રેઝ: ચાલી રહ્યું છે વેઈટિંગ લિસ્ટ, ગયા વર્ષ કરતાં 16 હજાર એડમિશન વધ્યા

Malay

Last Updated: 04:00 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ ટ્રેન્ડ વધ્યો, ગયા વર્ષ કરતાં આ વર્ષે 16 હજાર વધુ એડમિશન થયા. ગુણવત્તાલક્ષી શિક્ષણથી પણ વાલીઓ આકર્ષાયા.

  • વાલીઓનો મ્યુનિ. સ્કૂલ તરફનો ધસારો વધ્યો 
  • ખાનગી સ્કૂલ છોડીને મ્યુનિ. સ્કૂલમાં આવી રહ્યાં છે બાળકો
  • મ્યુનિસિપલ સ્કૂલમાં ચાલી રહ્યું છે વેઇટિંગ લિસ્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓની એક સમયે સમાજમાં સારી છાપ નહોતી. મધ્યમવર્ગના પરિવાર પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનો જ આગ્રહ રાખતા હતા, જોકે સમયની સાથે બધું બદલાય તેમ હવે મ્યુનિસિપલ સ્કૂલમાં અપાતા શિક્ષણનું સ્તર સુધર્યું છે, જેના કારણે મ્યુનિ. સ્કૂલ તરફનો ધસારો વધ્યો હોઈ વધુને વધુ બાળકો દર વર્ષે ખાનગી સ્કૂલ છોડીને મ્યુનિ. સ્કૂલમાં આવી રહ્યાં છે. કોરોનાકાળ પછી કથળેલી આર્થિક સ્થિતિ સાથે મ્યુનિ. સ્કૂલમાં પ્રવેશ મેળવવા પર ભાર અપાઈ રહ્યો છે, પરંતુ મુખ્ય કારણ તો ખાનગી શાળાઓને ભુલાવી દે તે પ્રકારની 62 સ્માર્ટ શાળા અને મિશન ઓફ એક્સલન્સ હેઠળની 217 શાળાઓથી ઉચ્ચતર મધ્યમવર્ગનાં વાલીઓ પણ પોતાનાં બાળકોને મ્યુનિ. સ્કૂલમાં દાખલ કરાવી રહ્યા છે, જેના કારણે નવા શૈક્ષણિક વર્ષના પ્રવેશોત્સવ દરમિયાન ગત વર્ષ કરતાં 16000થી વધુ બાળકોને બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ અપાવવા માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ભાજપના શાસકોએ વિશ્વાસ દર્શાવ્યો છે.

અમદાવાદમાં 11 અંગ્રેજી માધ્યમની શાળા સહિત નવી 15 શાળા થશે શરૂ : AMC સ્કૂલ  બોર્ડનો મહત્વનો નિર્ણય | In Ahmedabad, 15 new schools including 11 English  medium schools will be started
ફાઈલ ફોટો

12થી 14 જૂન દરમિયાન યોજાશે 20મો તબક્કો
મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા આ અંગે વધુ વિગત આપતાં કહે છે, રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો 20મો તબક્કો તા. 12થી 14 જૂન દરમિયાન યોજાશે, જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ની ભલામણ મુજબ પ્રથમ વાર પાંચથી છ વર્ષની વયનાં બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. મ્યુનિસિપલ શિક્ષકો દ્વારા કરાયેલા સર્વે મુજબ બાલવાટિકા તથા ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે 30,000થી વધુ બાળકોનું નામાંકન થઈ ચૂક્યું છે. ગત વર્ષે ધોરણ-1માં કુલ 24,884 બાળકોને પ્રવેશ અપાયો હતો, જેમાં અંગ્રેજી માધ્યમમાં 2526, હિન્દી માધ્યમમાં 4241 અને ઉર્દૂ માધ્યમમાં 1781 બાળકોએ પ્રવેશ લીધો હતો. તેની સરખામણીમાં આ વર્ષે અંગ્રેજીમાં ત્રણ હજારથી વધુ બાળકો નોંધાયાં છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અમે 13થી 14 હજાર બાળકોને બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ આપીશું, જ્યારે 31 ઓગસ્ટ, 2023 સુધીમાં કુલ 40,000 બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
 
મ્યુનિ. સ્કૂલ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે વાલીઓ 
મ્યુનિસિપલ સ્કૂલમાં સ્કોલરશિપ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, મધ્યાહ્ન ભોજન યોજના સહિતની અનેક યોજનાઓનો લાભ બાળકોને મળે છે. આધુનિક પ્રયોગશાળા, રમતગમતનાં સાધનો સાથેનાં મેદાન, તાલીમબદ્ધ શિક્ષકો વગેરેથી પણ વાલીઓ મ્યુનિ. સ્કૂલ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે તેમ જણાવતાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારી ડો. એલ.ડી.દેસાઈ કહે છે, ધોરણ-1થી 5માં પીટીસી અને તેથી વધુ ડિગ્રી અને ધોરણ-6થી 8 સુધીના વર્ગમાં બીએડ્થી નીચેની ડિગ્રી ધરાવતા એક પણ શિક્ષક નથી. 50 શિક્ષક તો પીએચડી છે. બીએસસસી-બીએડ્ની ડિગ્રી ધરાવતા 600 શિક્ષક અને એમકોમ-એમએડ્ની ડિગ્રી ધરાવતા 700 શિક્ષક હોઈ બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે. 

Tag | VTV Gujarati
ફાઈલ ફોટો

પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ
અત્યારે 30થી 40 મ્યુનિ. સ્કૂલ એવી છે કે જ્યાં બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ ચાલતું હોવાનો દાવો શિક્ષણાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ કર્યો છે. હવે વાલીઓ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભલામણપત્ર લઈને આવી રહ્યા છે. અધવચ્ચેથી પણ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને મ્યુનિ. સ્કૂલમાં દાખલ કરાવી રહ્યા છે. શહેરના દરેક વોર્ડમાં ઓછામાં ઓછી એક સ્માર્ટ સ્કૂલ ધમધમી રહી છે. શહેરમાં કુલ 459 શાળાઓમાં દોઢ લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. મ્યુનિ. માલિકીનાં 276 બિલ્ડિંગમાં આ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં પણ દર વર્ષે વધારો થતો જતો હોઈ હાલ કુલ 55 અંગ્રેજી માધ્યમની શાળા છે, જ્યારે ગુજરાતી માધ્યમની 300 શાળાઓ ચાલી રહી છે.

પ્રત્યેક વિદ્યાર્થી પાછળ દર વર્ષે રૂ. 20,000 ખર્ચાઈ રહ્યા છે
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ એવો પણ દાવો કર્યો છે કે સ્કૂલ બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીના શિક્ષણ પાછળ દર વર્ષે રૂ.20,000 ખર્ચાઈ રહ્યા છે. શિક્ષણ પાછળ તંત્રએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હોઈ સમગ્ર રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનની શાળાઓ અવલ નંબરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ