બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મુંબઈ / mumbai crime branch arrested 5 members connected with dawood gang

કાર્યવાહી / મુંબઈ ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સામે કરી મોટી કાર્યવાહી, 5 લોકોને કર્યા જેલભેગા

Khevna

Last Updated: 02:05 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી તથા ગેંગ સાથે જોડાયેલા 5 લોકોને અરેસ્ટ પણ કર્યા.

  • દાઉદ ગેંગ સાથે જોડાયેલ 5 લોકોને મુંબઈ ક્રાઈમ બ્રાંચે અરેસ્ટ કર્યા
  • 1 ઓક્ટોબરના રોજ સલીમ ફ્રૂટને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો 
  • ગેરવસૂલીનાં મામલામાં રિયાઝ ભાટીને પણ અરેસ્ટ કરવામાં આવ્યો હતો 

દાઉદ ગેંગ સાથે જોડાયેલ 5 સદસ્યોને મુંબઈ ક્રાઈમ બ્રાંચે અરેસ્ટ કર્યા

મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સાથે જોડાયેલા 5 લોકોને અરેસ્ટ કર્યા છે. આ કાર્યવાહી ગેંગસ્ટર છોટા શકીલનાં નજીકના સલીમ ફ્રૂટ અને દાઉદનાં નજીકના રિયાઝ ભાટીની ધરપકડ બાદ થઇ હતી. 

ગેરવસૂલીનાં મામલામાં રિયાઝ ભાટીને પણ અરેસ્ટ કરવામાં આવ્યો હતો 

જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ગેરવસૂલી વિરોધી સેલે (એઇસી) 26 સપ્ટેમ્બરનાં રોજ ગેરવસૂલીનાં એક મામલામાં કારોબારી રિયાઝ ભાટીને અરેસ્ટ કર્યો હતો. ભાટીને અંધેરીથી પકડવામાં આવ્યો હતો અને તેની પાસે બે મોબાઈલ ફોન પણ મળ્યા હતા. તે મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં દાખલ ગેરવસૂલીનાં મામલામાં વોન્ટેડ હતો. 

1 ઓક્ટોબરના રોજ સલીમ ફ્રૂટને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો 
મુંબઈ પોલીસે 1 ઓક્ટોબરના રોજ ભાગેડુ બદમાશ છોટા શકીલના સંબંધી સલીમ ઈકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટને ખંડણીના કેસની તપાસના સંદર્ભમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લીધો હતો. કુરેશી ભાગેડુ બદમાશ દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ સામે વિભિન્ન ગેરકાયદેસર ગતિવિધિઓ માટે NIA દ્વારા દાખલ એક મામલામાં કસ્ટડીમાં હતો. 

એક ઉદ્યોગપતિની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરતા આ બંનેને અરેસ્ટ કર્યા હતા. ઉદ્યોગપતિનું કહેવું હતું કે ભાટી તથા કુરેશીએ તેમની પાસેથી ગેરવસૂલી કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ