બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / mukesh ambani reliance industries is the country s biggest debtor

બિઝનેસ / ટાટા, મિત્તલ કે અદાણી નહીં પણ મુકેશ અંબાણી છે દેશના સૌથી મોટા દેવાદાર, જુઓ કોની કંપનીને માથે કેટલું દેવું

Arohi

Last Updated: 09:02 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance Industries: વર્ષ 2020માં મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેવા મુક્ત કંપની બની ગઈ છે. તે સમયે દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો હતો. મુકેશ અંબાણી પોતાની કંપનીઓની ઈક્વિટી વેચીને દુનિયાની મોટી કંપનીમાંથી ફંડ ભેગુ કરી રહ્યા હતા.

  • 2020માં દેવા મુક્ત કંપની બની હતી રિલાયન્સ 
  • હવેના ડેટા અનુસાર રિલાયન્સ સૌથી મોટી દેવાદાર 
  • જાણો બીજી કઈ કંપનીઓ પર કેટલુ દેવું 

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર હાલ સૌથી વધારે દેવું છે. આશ્ચર્યની વાત એ છે કે આ લિસ્ટમાં અદાણીની કોઈ કંપનીનું નામ નથી. ટાટાની કંપનીનું નામ છે પરંતુ તેનું દેવુ રિલાયન્સના મુકાબલે ખૂબ જ ઓછુ છે. વોડાફોન ઈન્ડિયાના દેવાને લઈને કેટલીક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ રિલાયન્સના મુકાબલે તે ખૂબ જ ઓછુ છે. આ લિસ્ટમાં એરટેલ અને એલએન્ડટીનું નામ પણ શામેલ છે. પરંતુ બધી કંપની મુંકેશ અંબાણીની રિલાયન્સની ખૂબ જ નીચે છે. આવો તમને જણાવીએ કે રિલાયન્સની સાથે દેશની કઈ કઈ કંપની કેટલા દેવામાં છે. 

દેશની આ કંપનીઓ પર છે સૌથી વધારે દેવુ 
ઈટીના રિપોર્ટ અનુસાર એવા ઈક્વિટી ડેટા અનુસાર દેશમાં સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના પર 3.13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

એનટીપીસી
એનટીપીસીનું નામ દેશની મોટી પાવર સેક્ટર કંપનીઓમાં છે. દેવાદાર થવાના મામલામાં આ બીજા નંબર પર છે અને તેના પર 2.20 લાખ કરોડનું દેવું છે. 

વોડાફોન આઈડિયા 
વોડાફોન આઈડિયાના દેવાને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ કંપનીમાં હવે સરકારની પણ ભાગીદારી છે. હાલના સમયમાં કંપની પર દેવુ 2.01 લાખ કરોડ છે. 

ભારતીય એરટેલ 
ભારતીય એરટેલ પર પણ દેવું છે. તેના પર પણ મોટુ દેવું છે. જેની ચર્ચા સમય સમય પર થતી રહે છે. હાલના સમયમાં કંપની પર 1.65 લાખ કરોડનું દેવું છે. 

ઈન્ડિયન ઓયલ 
આ લિસ્ટમાં દેશની સૌથી મોટી ઓયલ કંપની ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનનું નામ પણ શામેલ છે. હાલના સમયમાં આ કંપની પર 1.40 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

ઓયલ એન્ડ નેચરલ ગેસ 
ઓયલ એન્ડ નેચરલ ગેસ પર પણ દેવું છે. ક્રૂડ ઓઈલમાં વ્યાપાર કરનાર આ કંપનીના ઉપર 1.29 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

પાવર ગ્રિડ કોર્પોરેશન
એનટીપીસીના બાદ આ લિસ્ટમાં બીજી કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન છે. હાલના સમયમાં કંપની ઉપર 1.26 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

ટાટા મોટર્સ 
ટાટા મોટર્સ પણ આ લિસ્ટમાં શામેલ છે. તેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. રિપોર્ટ અનુસાર કંપનની પર 1.25 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

લાર્સન એન્ડ ટુબ્રો
ચંદ્રયાન મિશનમાં મહત્વની ભુમિકા નિભાવનાર કંપની લાર્સન એન્ડ ટુબ્રો પણ દેવાદાર છે. કંપની પર હાલ 1.18 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 

ગ્રાસિમ 
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી આ લિસ્ટમાં છેલ્લી કંપની છે જેના પર એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે. હાલના સમયમાં કંપની પર ડેટ 1.01 લાખ કરોડ રૂપિયાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ