બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / mukesh ambani received death threat wrote in the email now i want 200 crores

ક્રાઈમ / મુકેશ અંબાણી પાછળ પડેલા આ લોકો કોણ? ત્રીજી વાર મળી મોતની ધમકી, 200 કરોડ માગવામાં આવ્યાં

Hiralal

Last Updated: 03:00 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્રીજી વાર મોતની ધમકી મળી છે. ત્રીજી વારની ધમકીમાં તેમની પાસેથી 20 કરોડ નહીં પરંતુ 200 કરોડ માગવામાં આવ્યાં હતા.

  • મુકેશ અંબાણીને ત્રીજી વાર મળી ધમકી
  • આ વખતની ધમકીમાં 200 કરોડ માગવામાં આવ્યાં
  • અગાઉ બે ધમકીમાં 20 કરોડ માગવામાં આવ્યાં હતા 

કેટલાક લોકો દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના જીવના દુશ્મનો બન્યાં છે. મુકેશ અંબાણીને 3 વાર મોતની ધમકી મળી હતી. સવારમા પહેલાની બે ધમકીમાં તેમને 20 કરોડ આપવાની અથવા તો મોત માટે તૈયાર રહેવાનું જણાવાયું હતું હવે ત્રીજી ધમકીમાં 20 કરોડ નહીં સીધા 200 કરોડ માગવામાં આવ્યાં હતા. 

કોલરે ઈમેલ કરીને માગ્યા 200 કરોડ 
ફોન કરનારે આ વખતે ૨૦૦ કરોડ રૂપિયાની માંગ કરતો ઇમેઇલ મોકલ્યો છે. આ પહેલા તેમણે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરી એક વાર આ જ ઇમેઇલ એકાઉન્ટમાંથી વધુ એક મેઇલ આવ્યો છે. ફોન કરનારે કહ્યું કે તેણે હજી સુધી અમારા ઇમેઇલ્સનો જવાબ આપ્યો નથી. જેથી હવે 200 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આવું ન કરો તો ધ્યાન રાખો કે ડેથ વોરન્ટ પર સહી થઈ ગઈ છે. "તમે અમારા ઈ-મેઈલનો જવાબ નથી આપ્યો. હવે આ રકમ 200 કરોડ છે, નહીં તો ડેથ વોરંટ. 

અમારી પાસે સારામાં સારા શૂટર્સ છે 
આ પહેલા ધમકી આપનાર વ્યક્તિએ 27 ઓક્ટોબરના રોજ એક ઈમેલ પણ મોકલ્યો હતો. મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું હતું કે, 'જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના સારામાં સારા શૂટર્સ છે. આ ઇમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઇન્ચાર્જની ફરિયાદ પર મુંબઇની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. ધમકીભર્યા આ ઈ-મેલમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તે મુકેશ અંબાણી પર હુમલો કરી શકે છે, કારણ કે દેશમાં તેમની પાસે સારા શૂટર્સ છે.

ગત ઓક્ટોબરમાં પણ મુકેશ અંબાણીને મળી હતી મોતની ધમકી 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

અંબાણી પાછળ પડેલા આ લોકો કોણ

મુકેશ અંબાણીને પૈસા માટે જાનથી મારી નાખવાની ધમકી પહેલી વાર નથી મળી. અવારનવાર તેમને આવી ધમકીઓ મળતી હોય છે. તો હવે સવાલ એ છે કે તેમના જીવના દુશ્મનો બનેલા આ લોકો કોણ છે. તે પોલીસ માટે પડકાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ