બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Mukesh Ambani New Plan Reliance To Enter In Ice Cream Market Reliance Group Cola Market

નવો પ્લાન / કોલા બાદ હવે Ice Cream માર્કેટ પર અંબાણીની નજર! ગુજરાતની બ્રાન્ડ સાથે ચાલી રહી છે વાતચીત, જાણો પ્લાન

Pravin Joshi

Last Updated: 01:00 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આઈસ્ક્રીમ માર્કેટ સતત વધી રહ્યું છે અને તે 20,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ બ્રાન્ડ સાથે આ માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી શકે છે.

  • અંબાણી કોલા બાદ હવે Ice Cream માર્કેટમાં મચાવશે ધૂમ
  • અંબાણી ગૃપની ગુજરાતની બ્રાન્ડ સાથે ચાલી રહી છે વાતચીત
  • દેશમાં આઇસક્રીમનું બજાર આશરે રૂપિયા 20,000 કરોડ

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ ગ્રૂપના રિટેલ સાહસે કોલા માર્કેટમાં જબરદસ્ત એન્ટ્રી કરી હતી અને તેમની કેમ્પા કોલા બ્રાન્ડની દસ્તકએ બજારમાં ભાવ યુદ્ધ શરૂ કર્યું હતું. ત્યારે હવે રિલાયન્સના ચેરમેનની નજર આઈસ્ક્રીમ માર્કેટ પર છે અને એવી અપેક્ષા છે કે તેઓ ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપે નવી બ્રાન્ડ સાથે આઈસ્ક્રીમ માર્કેટમાં આવવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં 'સ્વતંત્રતા' નામ સાથે વિકસતા આઇસક્રીમ માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. આ બ્રાન્ડ ગયા વર્ષે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી. 

આઇસક્રીમનું બજાર આશરે 20,000 કરોડ

દેશમાં આઇસક્રીમનું બજાર સતત વધી રહ્યું છે અને તેની કિંમત રૂ. 20,000 કરોડથી વધુ થઈ ગઈ છે. આ માર્કેટમાં સંગઠિત ક્ષેત્રનો લગભગ અડધો હિસ્સો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગુજરાતમાંથી આ સ્વતંત્ર બ્રાન્ડ સાથે વાતચીત કરી રહી છે. જોકે રિલાયન્સ કન્ઝ્યુમર કે આઈસ્ક્રીમ કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. નિષ્ણાતોનો અંદાજ છે કે જો રિલાયન્સ દ્વારા આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરવામાં આવે તો કોલા માર્કેટની જેમ આ સેક્ટરમાં પણ પ્રાઈસ વોર જોવા મળી શકે છે. 

આ મોટા નામોને મળશે હરીફાઈ 

દેશમાં આઈસ્ક્રીમ પ્રેમીઓ માત્ર શહેરો પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ધંધો ફૂલીફાલી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં જ્યારે માંગ વધે છે ત્યારે તેનો બિઝનેસ ગ્રાફ રોકેટ ગતિએ વધે છે. જો રિલાયન્સ આ માર્કેટમાં પ્રવેશ કરે છે, તો અહીં પહેલાથી હાજર કંપનીઓને સખત સ્પર્ધા મળી શકે છે. હેવમોર આઇસક્રીમ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અમૂલ જેવા મોટા નામો દેશના આઇસક્રીમ માર્કેટમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે અને રિલાયન્સ બ્રાન્ડના આગમન બાદ તેમને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. 

કેમ્પા કોલાની જબરદસ્ત એન્ટ્રી 

નોંધપાત્ર રીતે મુકેશ અંબાણીએ રિટેલ ક્ષેત્રમાં તેમનો દરજ્જો વધાર્યો છે. આને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ કોલાએ ત્રણ અલગ-અલગ ફ્લેવર સાથે બજારમાં પ્રવેશ કર્યો છે. રિલાયન્સે 70ના દાયકાની પ્રખ્યાત બ્રાન્ડ કેમ્પા કોલાને પ્યોર ડ્રિંક ગ્રુપ પાસેથી 22 કરોડ રૂપિયામાં ખરીદીને ફરીથી લૉન્ચ કરી છે. ઉનાળાની શરૂઆત સાથે કેમ્પા કોલાના ત્રણ ફ્લેવર્સ (ઓરેન્જ, લેમન અને કોલા) ની રજૂઆત પછી ક્ષેત્રની દિગ્ગજ કોકા કોલાએ તેની પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો કરવો પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ