બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / MoU between state government and POSCO-Adani, steel plant to be set up in Mundra at a cost of Rs 37,000 crore

મોટું રોકાણ / રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે MoU, 37 હજાર કરોડના ખર્ચે મુંદ્રામાં સ્થપાશે સ્ટિલ પ્લાન્ટ

Mehul

Last Updated: 06:12 PM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના કરશે અદાણી જૂથ

  • કચ્છના મૂંદ્રામાં અદાણીનું નવું સાહસ 
  • ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ
  • ઉદ્યોગ વિભાગ-અદાણી કોલોબરેશન વચ્ચે MOU

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,500 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3400 થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે. 
 પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર૦ર૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે 

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા.  આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને  POSCO-અદાણી કોલ્બોરેશન  વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા
    

સંકળાયેલા મુદ્દાઓ

MoU gujarat અદાણી અદાણી ગ્રુપ ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ ઉદ્યોગ વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ