બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / motihari bihar husband killed wife after not getting not getting buffalo in dowry

કરૂણ / દહેજમાં ભેંસ ન મળી તો પત્નીને ચાકુ ભોંકી દીધું, બે નાનાં બાળકો લાશ પાસે બેસીને રડતાં રહ્યા

Mayur

Last Updated: 05:49 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને દહેજમાં ઘરેણાં, કાર કે એવી મોંઘી મોંઘી વસ્તુઓ માંગતા જોયા હશે પણ Bihar ની એક ઘટનામાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીના પરિવાર પાસે ભેંસ માંગી હતી.

  • બિહારના પૂર્વીય ચંપારણમાં એક પતિએ દહેજમાં ભેંસ માંગી હતી
  • ભેંસ ન મળતા તેણે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી
  • મૃતક યુવતી અમૃતા કુમારી તરીકે ઓળખ કરવામાં આવી હતી 

દહેજમાં કાર, બાઇક અમે પૈસા માંગવામાં આવ્યા હોવાના કિસ્સા તમે કદાચ સાંભળ્યા કે જોયા હશે. પણ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લાના કુંડવા ચેનપુર વિસ્તારમાં ખરુહા ગામમાં એક પતિ જેણે દહેજમાં ભેંસ માંગી હતી. અને દહેજમાં ભેંસ તેને ન મળતા તે પોતે જ જાનવર જેવો બની ગયો હતો. 

દહેજમાં ભેંસ ન મળી એમાં તો... 

દહેજના ભૂખ્યા આ પતિને ભેંસ દહેજમાં ન મળતા તેણે પોતાની જ વિવાહિત પત્નીની ચાકુ ભોંકીને હત્યા કરી નાખી હતી. મૃતક યુવતીની ઓળખ 24 વર્ષીય અમૃતા કુમારી તરીકે કરવામાં આવી છે જે કુંડવા ચૈનપુર નિવાસી નન્હક સિંહની દીકરી હતી.  

બે નાનાં બાળકોએ માં ગુમાવી

અમૃતાના લગ્ન ચાર વર્ષ પહેલા 2018માં કુંડવા ચેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખારુહાના રહેવાસી બૈદ્યનાથ સિંહના પુત્ર દરોગા સિંહ સાથે થયા હતા. મૃતક અમૃતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બધા બાળકો હજુ નાના છે. 

સવારે કોઈ પાડોશી પાસેથી માહિતી મેળવીને નન્હક સિંહ જ્યારે પુત્રીના સાસરે પહોંચ્યો ત્યારે રૂમમાં પુત્રીની વિકૃત લાશ જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

છરી વડે ગરદન અને પેટ ચીરી નાખ્યા

સમયે મૃતકના બાળકો મૃતદેહ પાસે બેસીને રડતા હતા. હત્યારાએ છરી વડે ગરદન અને પેટ ચીરી નાખ્યા હતા. ઘટના બાદ તમામ આરોપીઓ ઘર છોડીને ફરાર છે. ઘટનાની માહિતી મળતાં જ કુંડવા ચેનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની પુષ્ટિ કરતા એસએચઓ રમણ કુમારે કહ્યું કે મૃતકના પિતાના નિવેદન પર FIR નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ માટે શોધખોળ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ