બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / morning drinks to manage cholesterol levels in the body

હેલ્થ ટિપ્સ / કોલસ્ટ્રોલની સમસ્યાથી છો પરેશાન? તો રોજ સવારમાં ઉઠીને આ ડ્રિંક્સ પીવાનું શરૂ કરી દો, પછી જુઓ..!

Manisha Jogi

Last Updated: 09:10 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલસ્ટ્રોલને સાઈલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અમે તમને એવી હેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું રોજ સવારે સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.

  • કોલસ્ટ્રોલને સાઈલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે
  • રોજ સવારે આ હેલ્ધી ડ્રિંકનું કરો સેવન
  • હાર્ટ અને ઓવરઓલ બોડી માટે લાભદાયી સાબિત થશે

કોલસ્ટ્રોલને સાઈલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. કોલસ્ટ્રોલ લોહીમાં જમા થતો એક વેક્સ જેવો પદાર્થ હોય છે. ધમનીઓમાં આ પદાર્થ જમા થવા લાગે તો અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. જેના કારણે હાર્ટ સુધી જતુ લોહી પણ બ્લોક થઈ શકે છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. કોલસ્ટ્રોલ 200mg/DL કરતા વધુ હોય તો તેને હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. અહીંયા અમે તમને એવી હેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું રોજ સવારે સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે. 

ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરવા માટેની ડ્રિંક્સ
ગ્રીન ટી- ઓવરઓલ બોડી માટે ગ્રીન ટી ફાયદાકારક સાબિત થાય છે. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં પોલીફેનોલ્સ હોય છે, જે ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરે છે અને ગુડ કોલસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. 

બ્લેક ટી- બ્લેક ટીમાં ‘કેટેચિન’ નામનું તત્ત્વ હોય છે, જે શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે.

બીટનું જ્યૂસ- બીટનું જ્યૂસ બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ લેવલ માટે સારું માનવામાં આવે છે. બીટમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને વિટામીન B હોય છે, જે નર્વ ફંક્શનિંગ ઈમ્પ્રૂવ કરે છે. બીટમાં નાઈટ્રિક ઓક્સાઈડ હોય છે, જે રક્તવાહિકાઓ શાંત કરે છે અને બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. 

ઓરેન્જ જ્યૂસ- ઓરેન્જ જ્યૂસમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને વિટામીન સી હોય છે. જેનાથી હાઈપરટેન્શન ઓછું થાય છે અને ખરાબ કોલસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. 

લીંબુ પાણી- લીંબુ પાણી વજન ઓથું કરવાની સાથે સ્કિન અને હાર્ટ માટે લાભદાયી છે. લીંબુ પાણીમાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે.  

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ