બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / More next 4 days Meghraja will shake Gujarat
Vishal Khamar
Last Updated: 08:12 AM, 24 September 2023
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
સૌથી વધુ નવસારીના ચીખલીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદન નવસારીનાં ચીખલીમાં 2 ઈંચ નોંધયો છે. જ્યારે તાપીનાં નિઝરમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી 4 દિવસ હવામાન વિભાગની વરસાદી આગાહી છે.
સિઝનનો 100% વરસાદ નોંધાયો
રાજ્યમાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.