બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Monsoon will arrive in Gujarat on this date: Ambalal Patel predicts amid threat of cyclone

Biparjoy Update / ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાનું આગમન: વાવાઝોડાના ખતરા વચ્ચે અંબાલાલ પટેલે કરી આગાહી

Priyakant

Last Updated: 01:10 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel News: બિપોરજોય વાવાઝોડાને લઈ હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડું ફંટાઈ જાય તો પણ.....

  • વાવાઝોડા ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
  • વાવાઝોડુ ઓમાન તરફ ફંટાય જવાની શક્યતા છે
  • પણ હજુ ચોક્સ રીતે વાવાઝોડું કયા જશે તે અત્યારે ન કહી શકાય
  • ઓમાન તરફ વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાંય વરસાદની અસર ગુજરાતમાં રહેશે

બિપોરજોય વાવાઝોડાને લઈ હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું કે, હજુ ચોક્સ રીતે બિપોરજોય વાવાઝોડું કયા જશે તે અત્યારે ન કહી શકાય. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓમાન તરફ બિપોરજોય વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાંય વરસાદની અસર ગુજરાતમાં રહેશે. 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈ આગાહી કરતાં કહ્યું કે, વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ શકે છે. જોકે વાવાઝોડું ફંટાઈ જાય તો પણ બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરતાં કહ્યું કે, 18 થી 19 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન થશે. આ સાથે ઉમેર્યું હતું કે, ગુજરાતમા ચોમાસું સારૂ બની રહેશે. 

બિપોરજોય વાવાઝોડાથી હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે.  આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે. જેને લઈ આવતીકાલથી 2 દિવસ દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે. આ તરફ 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે. 

ગુજરાત માટે બે દિવસ અતિભારે
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે. 

હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે,  વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોઇ આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે. 

વાવાઝોડાને લઈ વરસાદ થવાની સંભાવના
બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ