બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Monsoon festival starts today in Saputara

ફેસ્ટિવલ / વીકેન્ડમાં ફરવા જવાનો પ્લાન કરી જ નાંખો! સાપુતારામાં આજથી મોન્સૂન ફેસ્ટિવલ 'મેઘમલ્હાર'નો પ્રારંભ, જાણો કેમ છે ખાસ

Khyati

Last Updated: 12:18 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના એક માત્ર હિલસ્ટેશનમાં આજથી મોન્સૂન ફેસ્ટિલ 'મેઘમલ્હાર'નો પ્રારંભ, ડાંગી ફૂડ કોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

  • સાપુતારમાં આજથી મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત
  • એક મહિના સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલ 
  • મોન્સૂન ફેસ્ટિવલનું મેઘમલ્હાર નામ અપાયું

ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન એવા સાપુતારામાં ચોમાસામાં પ્રકૃતિ ચોમેર ખીલી ઉઠે છે.  આ દિવસોમાં જાણે કે અંહી કુદરતી રૂબરુ આવી હોય તેવો અહેસાસ થાય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સાંનિધ્ય માણવા આવી પહોંચે છે. જેને ધ્યાને રાખીને સાપુતારામાં આજથી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે.  

આજથી એક મહિના સુધી મેઘ મલ્હાર ફેસ્ટિવલ યોજાશે 

ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ  વચ્ચે આજથી 30 ઑગષ્ટ એટલે કે એક મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. જેને  મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું છે. મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.  મહત્વનું છે કે બે વર્ષ કોરોના હોવાને કારણે મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી શક્ય બની ન હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઉજવણી થતા પ્રવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. 

વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2022ના પ્રારંભ સાથે જ  ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત કરાશે. આ અગાઉ રંગારગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાશે.  આ પ્રકલ્પોમાં  મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વિગેરેનો સમાવેશ થાય છે.

ડાંગી ફૂડ કોર્ટનું આયોજન

મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવશે. 

મેઘ મલ્હાર ફેસ્ટિવલ-2022માં હશે આ કાર્યક્રમો

સાપુતારામાં મોટાભાગે શનિ-રવિવારે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. જેને ધ્યાને રાખીને શનિ-રવિના દિવસે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે અહીં દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ,  યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો એટલે ડાંગ

ડાંગ એક માત્ર એવુ હિલસ્ટેશન છે જ્યાં ચોમાસામાં જાણે સ્વર્ગમાં આવ્યા હોઇએ તેવો અહેસાસ થાય. કુદરતના ખોળે આવ્યા હોઇએ તેવી લાગણી જન્મે. ત્યારે પ્રવાસીઓ પણ દૂર દૂરથી આ અદભૂત નજારાને માણવા આવી રહ્યા છે. ગુજરાતના એવા ઘણા સ્થળો છે જ્યાં તમને કુદરતી નજારો નજીકથી માણવાનો લ્હાવો મળે. એવા સ્થળોમાનું એક એવુ ડાંગ. ડાંગ ભલે આર્થિક રીતે પછાત  રહ્યુ પરંતુ કુદરતે ડાંગને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે.  ત્યારે ચોમાસુ શરૂ થતા ડાંગની રોનક જ કંઇક જુદી જોવા મળે છે. ડાંગમાં એવા ઘણા સ્થળો છે જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય. ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. ડાંગમાં વરસાદી મોસમ શરૂ થતા જ કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ જીવતં થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો . તો આ તરફ સાપુતારામાં પણ ચોમેર લીલોતરીના દર્શન થતા પ્રવાસીઓ ખુશખુશાલ જણાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ