બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Monsoon conditions have been predicted throughout the winter in various parts of the state

હવામાન / એકતરફ ઠંડીની જમાવટ તો બીજી બાજુ વરસાદની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી, જાણો ક્યારે

Dinesh

Last Updated: 07:50 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

wethar update News: 26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

  • રાજ્યમાં શિયાળામાં વરસાદની આગાહી
  • ઠંડીના માહોલ વચ્ચે વરસાદની આગાહી
  • 25, 26 નવેમ્બરના વરસાદની આગાહી


રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભર શિયાળામાં ચોંમસાનો માહોલ સર્જાવાની આગાહી સામે આવી છે. શિયાળામાં વરસાદી આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુલાબી ઠંડી વચ્ચે વિવિધ વિસ્તારમાં વરસાદના યોગ સામે આવ્યા છે. તારીખ 25 અને 26 નવેમ્બરના વરસાદની આગાહી કરવામાં આવી છે. 

25 નવેમ્બરે આ જિલ્લામાં વરસાદ
ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 25 નવેમ્બરની વાત કરવામાં આવે તો દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. 

26 નવેમ્બરે આ જિલ્લામાં વરસાદ
26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાનમાં મોટો ફેરફાર રહેશે
અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 18 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર રહેશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર અને સેલવાસના વાતાવરણમાં બદલાવ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 25 અને 26મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. જ્યારે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. મજબૂત ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. હાલ આ આગાહીને લઈને ખેડૂતોની ચિંતા કરી રહ્યાં છે. જીરૂ, ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ