બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Mohan Yadav in MP, Vishnudev in Chhattisgarh, then who will become the Chief Minister in Rajasthan

કોણ બનશે CM? / MPમાં મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવ તો હવે રાજસ્થાનમાં કોણ? આજે ફાઇનલ નામ પર વાગશે અંતિમ મહોર

Megha

Last Updated: 08:52 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભાજપના રાજસ્થાન નિરીક્ષક રાજનાથ સિંહ સાંજે 4 થી 6:30 દરમિયાન ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ બેઠકમાં જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

  • મધ્યપ્રદેશમાં સીએમની જાહેરાત બાદ હવે દરેક લોકોની નજર રાજસ્થાન પર
  • જયપુરમાં આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે
  • છત્તીસગઢ અને MPની જેમ રાજસ્થાનમાં પણ ભાજપ નવા ચહેરા પર દાવ લગાવી શકે 

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમની જાહેરાત બાદ હવે દરેક લોકોની નજર રાજસ્થાન પર છે. આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે જેમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં પાર્ટીના નિરીક્ષક રાજનાથ સિંહ પણ ભાગ લેશે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, મંગળવારે સાંજે 4 વાગ્યે જયપુરના બીજેપી પ્રદેશ કાર્યાલયમાં ભાજપ વિધાનમંડળની બેઠક બોલાવવામાં આવી છે અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભ્ય દળની બેઠકમાં ફરજીયાત હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

WHO WILL BE THE NEW CM OF RAJASTHAN, RAJE AND BALAKNATH IN RACE

પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવી શકે છે.. 
નોંધનીય છે કે રાજસ્થાનમાં વસુંધરા રાજે, બાબા બાલકનાથ અને અન્ય નામો સીએમ પદ માટે ચર્ચામાં છે, પરંતુ જે રીતે પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સીએમનું નામ નક્કી કરીને લોકોને ચોંકાવી દીધા હતા, રાજસ્થાનમાં પણ એવી જ શક્યતા દેખાઈ રહી છે. શક્ય છે કે પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવે, આ માટે જ આજે સાંજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ રાજસ્થાનમાં કોણ બનશે CM
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપે બહુમતી સાથે જીત મેળવી હતી. આ બંને રાજ્યોમાં મુખ્યમંત્રીને લઈને પણ મુશ્કેલી સર્જાઈ હતી. અહીં ભાજપે મુખ્યમંત્રી પદને લઈને થઈ રહેલા દાવાઓથી અલગ નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈને મુખ્યમંત્રી બનાવ્યા અને મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા. હવે રાજકીય નિષ્ણાતો રાજસ્થાનને લઈને શંકાના દાયરામાં છે. તેમને લાગે છે કે રાજસ્થાનમાં પણ ભાજપ CM તરીકે આવું આશ્ચર્યજનક નામ લાવશે જેનું નામ સંભવિત ઉમેદવારોમાં પણ નહીં હોય. 

rajasthan new cm face vasundhara raje created trouble in rajasthan legislature party meeting postponed

આજે બપોરે 12 વાગ્યાથી કરીને ચાર વાગ્યા સુધી રાજનાથ સિંહ ભપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરશે. જે બાદ ભાજપના રાજસ્થાન નિરીક્ષક રાજનાથ સિંહ  સાંજે 4 થી 6:30 દરમિયાન ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ બેઠકમાં જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ