બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Mohan Bhagwat Statement, People tend to use the word Bharat instead of India,

નિવેદન / ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવાની ટેવ પાડે લોકો, તમામ નાગરિકો છે હિન્દુ: RSS ચીફ મોહન ભાગવતની અપીલ

Priyakant

Last Updated: 03:09 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat Statement News: મોહન ભાગવતે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે,  ઈન્ડિયા નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ

  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન 
  • લોકોને ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી 
  • સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઈન્ડિયા નહીં: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદનઆ આપ્યું છે. વાત જાણે એમ છે કે, મોહન ભાગવતે લોકોને ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સદીઓથી આ દેશનું નામ ભારત છે,  ઈન્ડિયા નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ.

RSS વડા મોહન ભાગવત સકલ જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, કે, સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે. ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઈન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહીને બીજાને પણ સમજાવવું પડશે.

File Photo

ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ 'હિંદુ' 
અગાઉ શુક્રવારે (1 સપ્ટેમ્બર 2023) તેમણે કહ્યું હતું કે ભારત 'હિંદુ રાષ્ટ્ર' છે અને તમામ ભારતીયો હિન્દુ છે અને તમામ ભારતીયો હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંઘે આ બધા વિશે વિચારવું જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા 'ભારતનો દરેક વ્યક્તિ હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિનો છે', તેમણે કહ્યું, 'હિન્દુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે અને આ એક હકીકત છે. વૈચારિક રીતે, બધા ભારતીયો હિન્દુ છે અને હિન્દુનો અર્થ બધા ભારતીયો છે. આજે જે લોકો ભારતમાં છે તે બધા હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિના છે, તેનાથી વધુ કંઈ નથી.

ભાગવતે કહ્યું, 'કેટલાક લોકો તેને સમજી ગયા છે, જ્યારે કેટલાક પોતાની આદતો અને સ્વાર્થના કારણે સમજ્યા પછી પણ તેનો અમલ કરી રહ્યાં નથી. આ સિવાય કેટલાક લોકો તેને હજુ સુધી સમજી શક્યા નથી અથવા તો ભૂલી ગયા છે. ભાગવતે કહ્યું કે 'આપણી વિચારધારા'ની સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ છે. તેમણે કહ્યું કે ખરેખર આ વિચારધારાનો કોઈ વિકલ્પ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ