બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Mohammed Shami will contest the Lok Sabha elections? BJP is likely to give ticket from this West Bengal seat

BIG NEWS / મોહમ્મદ શમી લડશે લોકસભા ચૂંટણી? પશ્ચિમ બંગાળની આ સીટ પરથી BJP ટિકિટ આપે તેવી શક્યતા

Vishal Dave

Last Updated: 10:59 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એવું જાણવા મળ્યું છે કે મોહમ્મદ શમીને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને ચર્ચા સકારાત્મક રહી હતી.

લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલ ભાજપ પશ્ચિમ બંગાળમાં ક્રિકેટના મોટા ચહેરા પર દાવ લગાવી શકે છે. ભાજપ નેતૃત્વ પશ્ચિમ બંગાળમાંથી ક્રિકેટ સ્ટાર મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. શમીએ રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમતી વખતે ઝડપી બોલર તરીકે રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી અને તે હજુ પણ બંગાળ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. સૂત્રોનું કહેવું છે કે બીજેપી નેતૃત્વ આ પ્રસ્તાવને લઈને પહેલાથી જ મોહમ્મદ શમીનો સંપર્ક કરી ચૂક્યું છે. જોકે, અંતિમ નિર્ણય શમીએ લેવાનો છે જે હાલમાં સર્જરી કરાવ્યા બાદ ક્રિકેટમાંથી બ્રેક પર છે.

આ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાની તૈયારી 

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એવું જાણવા મળ્યું છે કે મોહમ્મદ શમીને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને ચર્ચા સકારાત્મક રહી હતી. ભાજપના નજીકના સૂત્રોમાં એવી પણ ચર્ચા હતી કે શમીને મેદાનમાં ઉતારીને ભાજપ બંગાળમાં લઘુમતી બેઠકો જીતી શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ શમીને બસીરહાટ લોકસભા સીટથી મેદાનમાં ઉતારવા માંગે છે. આ મતવિસ્તાર અત્યારે ખૂબ જ સંવેદનશીલ છે. સંદેશખાલી, જ્યાંથી તાજેતરમાં મહિલાઓ પર અત્યાચારના ભયાનક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તે બસીરહાટ સીટમાં આવે છે. આ મતવિસ્તારમાં લઘુમતી મતોની સંખ્યા સૌથી વધુ છે. રાજકીય નિષ્ણાતો માને છે કે શમીને મેદાનમાં ઉતારવો પીએમ મોદી માટે એક માસ્ટરસ્ટ્રોક હશે કારણ કે તે હવે ભારતીય ક્રિકેટના ટ્રેન્ડિંગ હીરોમાંથી એક છે.


અર્જુન એવોર્ડથી સન્માનિત છે શમી 

ગયા વર્ષે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 33 વર્ષીય શમીએ વર્લ્ડ કપમાં કુલ 7 મેચ રમી છે અને 24 વિકેટ લીધી છે. આ રાઇટ હેન્ડેડ ફાસ્ટ બોલરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 57 રનમાં 7 વિકેટ ઝડપી હતી. જે 50 ઓવરના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતીય બોલર દ્વારા અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વિકેટનો રેકોર્ડ છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં 3 વખત પાંચ વિકેટ લીધી હતી. આ પછી સીએમ યોગીએ શમી સાથે મુલાકાત કરી હતી. તેણે જાહેરાત કરી હતી કે શમીના મૂળ ગામ અમરોહામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ 'આગામી 10 વર્ષ સુધી મોદી...', લોકસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન


પીએમ મોદી સાંત્વના આપવા ગયા ત્યારે શમીને ગળે લગાવ્યો હતો 

ફાઇનલમાં હાર્યા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમના સભ્યોને સાંત્વના આપવા ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા ત્યારે તેમણે શમીને ગળે લગાવ્યો હતો, જેના પછી આ વીડિયો વાયરલ થયો. શમી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યો હતો. આ સિવાય તાજેતરમાં જ પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને શમીના વખાણ કર્યા હતા. તેમણે શમીની સર્જરી બાદ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. આ પછી શમીએ પીએમનો આભાર માન્યો હતો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ