બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / home minister amit shah said modi will remain prime minister for the next 10 years ucc will be implemented before lok sabha elections

Lok Sabha Election 2024 / 'આગામી 10 વર્ષ સુધી મોદી...', લોકસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 10:34 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે, હું તમને આગામી 10 વર્ષ વિશે કહી શકું છું કે, પીએમ મોદી જ દેશના વડાપ્રધાન રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, ભાજપ સરકાર સારા કામોના કારણે છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દસ વર્ષ સુધી દેશના પીએમ રહેશે તેવો દાવો પણ કર્યો હતો. તેમને આગમી 10 વર્ષના રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે, હાલમાં દેશની લોકશાહી ખૂબ જ ઉર્જાવાન અને તાકાતવાર છે. દેશની જનતા સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરે છે ત્યારબાદ જનાદેશ આપે છે

અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત, જાણો સમગ્ર  કાર્યક્રમ | Gujarat Home Minister Amit Shah will attend the sixth All India  Prison Duty Meet

'આગામી 10 વર્ષ સુધી પીએમ મોદી જ દેશના વડાપ્રધાન રહેશે'
અમિત શાહે કહ્યું કે, પહેલા પ્રજાનો મિજાજ અને જનાદેશ જાતિ, સંપ્રદાય, ધર્મ અને લઘુમતી તુષ્ટિકરણના આધારે થતો હતો. જ્યારે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ પ્રદર્શન આધારિત રાજકારણનો નવો ચીલો સ્થાપિત કર્યો છે. હવે જનતા સત્તામાં રહેલા કોઈપણ પક્ષને ત્યારે જ તક આપે છે જ્યારે તે સારું કામ કરે છે.  ગૃહમંત્રીએ કહ્યું કે અમે સારું કામ કર્યું છે, અમે સત્તામાં રહીશું. જો આપણે આપણી ખામીઓ અને કમીઓ દૂર નહીં કરીએ તો આપણે જીતીશું નહીં. હું તમને આગામી 10 વર્ષ વિશે કહી શકું છું કે, પીએમ મોદી દેશના વડાપ્રધાન રહેશે

અમિત શાહ 30મીએ આવશે ગુજરાતના આંગણે: રૂ. 1700 કરોડના વિકાસકાર્યોનું કરશે  ખાતમુહૂર્ત | Union Home Minister Amit Shah will visit Gujarat again

અમિત શાહના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું હતું કે, કેટલાક લોકો ફાલતું વાતો કરીને દેશમાં રાજનીતિનું સ્તર નીચું કરવા માંગે છે. દર વખતે આવું કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપે છે. હું પીએમ મોદીને ખૂબ નજીકથી ઓળખું છું, લાંબા સમયથી તેમની સાથે કામ કરું છું. તેમણે કહ્યું કે, એક અંદાજમાં લાલુ પ્રસાદ યાદવે સાચું કહ્યું કે, પીએમ મોદીનો પરિવાર નથી. કારણ કે, જે લોકોના પરિવારો છે તેઓ તેમના પુત્ર-પુત્રીઓને વડાપ્રધાન અને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરતા રહે છે.

'40 વર્ષથી દેશના લોકોની સેવા કરી રહ્યાં છે'
અમિત શાહએ કહ્યું કે, પ્રધાનંત્રીએ 40 વર્ષથી દેશના લોકોની સેવા કરી રહ્યાં છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ક્યારેક મુખ્યમંત્રી તો અત્યારે વડાપ્રધાન પદ પર છે. અમે ક્યારે તેમણે રજા લેતા નહી જોયા. મેં વડાપ્રધાન મોદીને સવારે પાંચ વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યા સુધી સતત કામ કરતા જોયા છે. આ જ કારણ છે તેમની પાછળ એટલા લોકો જોડાવાનું, સાથો સાથ પ્રધાનમંત્રી પર ક્યારેય ભ્રષ્ટ્રાચારનો આરોપ નહી લાગ્યો

વાંચવા જેવું:  BIG BREAKING : સરકારી કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો, ટોટલ 50 ટકા, મોદી સરકારનો મોટો નિર્ણય

'દેશનો કાયદો છે, તેને કોઈ રોકી શકે તેમ નથી'
અમિત શાહે કહ્યું હતું કે, નાગરિકતા સુધારો કાયદો (CAA) લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે CAA ડિસેમ્બર 2019માં લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આ દેશનો કાયદો છે, તેને કોઈ રોકી શકે તેમ નથી. આ પથ્થર લકીર સમજો, આ જ વાસ્તવિકતા છે.  શાહે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા એ માત્ર ભાજપનો એજન્ડા નથી, પરંતુ તે બંધારણ સભાનું વિઝન પણ છે. બંધારણની કલમ 44માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ