બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / modi govt lonches Krishi Udan 2.0 Scheme, read how it will help farmers of gujarat

ગુડ ન્યૂઝ / મોદી સરકારની નવી યોજના: 53 એરપોર્ટ પર ખેડૂતોને થશે આ ફાયદો, ગુજરાતનાં ચાર શહેરમાં બનશે હબ-સ્પૉક મોડલ

Parth

Last Updated: 05:38 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રોડક્ટ્સને બહારના દેશો સુધી પહોંચાડવા માટે કૃષિ ઉડાન 2.0 લૉન્ચ કરવામાં આવી છે.

  • કૃષિ ઉડાન 2.0 યોજના લૉન્ચ 
  • ખેડૂતોના સમાન મોકલવા માટે કેન્દ્રનો એક્શન પ્લાન 
  • ગુજરાતનાં ચાર શહેરોમાં બનશે હબ 

કેન્દ્રની મોદી સરકારે કૃષિ ઉડાન 2.0 લૉન્ચ કરી દીધી છે, આ સ્કીમની મદદથી પહાડી રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને મદદ મળી શકે છે, બુધવારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ યોજનાને લોન્ચ કરી છે. દેશના 53 એરપોર્ટથી ખેડૂતોના સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લેહ, શ્રીનગર, નાગપુર, નાસિક, રાંચી, બાગડોગરા, રાયપુર અને ગુવાહાટીમાં ભારત સરકાર તરફથી ટર્મિનલ બનાવવામાં આવશે અને આગામી સમયમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા 53 એરપોર્ટને તેમાં જોડી દેવામાં આવશે. 

ગુજરાતનાં ચાર શહેરો બની જશે હબ અને મોડલ 
ખાસ વાત કહી શકાય કે ભારત સરકાર આ યોજના હેઠળ જુદા જુદા શહેરોમાં વિવિધ હબ પણ બનાવવા જઈ રહી છે જેમા ગુજરાતનાં ઘણા શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાતનાં અમદાવાદ, ભાવનગર, રાજકોટમાં હબ અને સ્પોક મોડલ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2022-23માં આ ત્રણ મોટા શહેરોમાં હબ બની ઝસે જ્યારે 2023-24માં વડોદરામાં પણ આવું જ મોડલ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની સાથે અન્ય રાજ્યોના શહેરોમાં પણ આ જ રીતે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. 

શું છે સરકારનો પ્લાન? 
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ખેડૂતોની પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે જેથી તેનો બગાડ થાય નહીં અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. 

ખેડૂતોને શું થશે ફાયદો? 
નોંધનીય છે કે આ નવી સ્કીમની મદદથી ખેડૂતોની જે પ્રોડક્ટને મોકલવામાં એક દિવસથી વધુનો સમય લાગતો હતો તે હવે ગણતરીના કલાકોમાં જ પહોંચી જશે જેથી ખેડૂત અને ખેડૂતના જે તે ગ્રાહકને તેનો જોરદાર ફાયદો થવા જઈ રહ્યો છે. આ સ્કીમ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લેન્ડિંગ, પાર્કિંગ, ટર્મિનલ નેવિગેશન અને લેન્ડિંગ ચાર્જમાં પણ છૂટછાટ આપવામાં આવશે. 

ક્યાંનો સામાન ક્યાં સુધી જશે 

બેબીકોર્ન મોકલવા માટે અમૃતસર થી દુબઈ 
લીચી માટે દરભંગાથી દેશના અન્ય એરપોર્ટ 
જૈવિક ખાતર માટે સિક્કિમથી દેશભરમાં ઉડાનો શરૂ કરવામાં આવશે 

આ સાથે જ દાળ, શાકભાજી માટે ગુવાહાટીથી ફ્લાઇટ ઉડીને હૉંગકોંગ જશે. 

સી ફૂડ માટે ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને કોલકાતાથી એશિયાના અન્ય દેશો માટે ફ્લાઇટ મોકલવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ