બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Modi government approves electric vehicle policy invest minimum 4150 crore

Electric Vehicles / મોદી સરકારે ઈલેક્ટ્રીક વાહન પોલિસીને આપી મંજૂરી, લોકોને થશે આ મોટો ફાયદો

Ajit Jadeja

Last Updated: 05:32 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે.

New EV Policy Approved: ભારત સરકારે દેશને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ મંજૂર કરી છે. નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે.

25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ

ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે. આ માટે તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.

કંપનીઓને અપાશે મંજૂરી

જે કંપનીઓ આ નિયમોનો અમલ કરશે તેને 35000 ડોલર અને તેનાથી વધુ કિંમતની કાર પર 15%ની ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 જેટલા ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લગાવે છે.

વધુ વાંચો ઃ  તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ

મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન

સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની અને EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન મળવાની અપેક્ષા છે. આયાત કરી શકાય તેવા ઇલેક્ટ્રિક વાહનો પરની ડ્યુટી મુક્તિ વાર્ષિક PLI પ્રોત્સાહન અથવા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણ જે ઓછું હોય ત્યા સુધી મર્યાદિત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ