બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / MLA Rivaba-Mayor Binaben fight comes to the fore, Jain and Kshatriya communities make representations

જામનગર / MLA રિવાબા-મેયર બીનાબેનની લડાઈ સમાજ પર આવી, જૈન અને ક્ષત્રિય સમાજે કરી રજૂઆતો, રાજકારણમાં ગરમાવો

Vishal Khamar

Last Updated: 08:58 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ધારાસભ્ય, સાંસદ તેમજ મેયર વચ્ચે થયેલ બોલાચાલીનો મામલો વધુને વધુ પેચીદો બની રહ્યો છે. ત્યારે જૈન સમાજ દ્વારા બીનાબેન કોઠારીને સમર્થન જાહેર કરતા આજે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે ધારાસભ્ય રિવાબાને સમર્થન જાહેર કર્યું છે.

  • જામનગરમાં રિવાબા અને પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો
  • ક્ષત્રિય સમાજે MLA રિવાબાને જાહેર કર્યુ સમર્થન
  • બંને સમાજે પોતાના સમાજના પ્રતિનિધિને સમર્થન આપતા ગરમાયું રાજકારણ

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કર્યું છે. રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના કાર્યકરોએ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપી રિવાબાને સમર્થન જાહેર કર્યું છે. અગાઉ મેયર બીનાબેન કોઠારીના સમર્થનમાં તેમનો પરિવાર અને જૈન સમાજે ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. બંને સમાજે પોતાના સમાજના પ્રતિનિધિને સમર્થન આપતા જામનગરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

બુટ, ચપ્પલ કાઢીને ફૂલહાર કરવા તે કંઈ ખોટું નથીઃ રાજભા ઝાલા
આ બાબતે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘનાં પ્રદેશ મંત્રી રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, આજે અમે શહીદ સ્મારકને શ્રદ્ધાંજલી આપવા માટે ભેગા થયા છીએ તેમજ રિવાબા જાડેજા વિશે જે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને અમે ક્ષત્રિય  સમાજની વિવિધ સંસ્થાઓનાં મહાનુભાવો રિવાબાને સમર્થન જાહેર કરીએ છીએ. ત્યારે શહીદોનાં સ્મારકને જે પ્રોટોકોલ મુજબ બુટ, ચપ્પલ કાઢીને ફૂલહાર કરવા તે કંઈ ખોટું નથી.  તે અમારા DNA માં છે. અત્રે  અમે તેમનાં સમર્થનમાં છીએ અમારે વિવાદ સાથે કંઈ લેવા દેવા નથી. જૈન સમાજ સાથે કે ન આહીર સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. અમે માત્રને માત્ર રિવાબા જાડેજાનાં સમર્થનમાં આવ્યા છીએ. 

"મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે": મેયર
મેયર બીનાબેનનું રિવાબા સાથેની બોલાચાલી મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે અને મારો પરિવાર ક્યારેય વિવાદમાં આવ્યો નથી. રિવાબાના શબ્દોથી મારા પરિવારની લાગણી દુભાઈ છે. વધુમાં ઉમેર્યું કે, મારા માટે જે દ્વેષ હશે તે ઊભરીને આવ્યો હશે. ધારાસભ્યના આ વર્તન બદલ મારો પરિવાર ડિસ્ટર્બ રહ્યો છે. શહેરના પ્રથમ નાગરિક સાથે આ વર્તન અયોગ્ય છે તેમજ મેં સમગ્ર મામલો હાઈકમાંડને જણાવ્યો છે.
પરિવારજનો શહેર પ્રમુખને રજૂઆત કરી હતી
મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો બે દિવસ પહેલા શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ